એસસીઓ સમિટ વેપાર સંરક્ષણવાદની આકરી ટીકા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

એસસીઓ સમિટ વેપાર સંરક્ષણવાદની આકરી ટીકા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી
એજન્સીસ
બિસકેક, તા. 14 જૂન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં બિસકેક સમિટમાં વેપાર સંરક્ષણવાદ (અમેરિકા)ની નીતિની આકરી ટીકા કરી હતી અને ધોરણ આધારિત વેપારની હિમાયત કરી હતી. તેઓ અહીં એસસીઓ સમિટને સંબોધી રહ્યા હતા
વડા પ્રધાને વિશ્વને આપ્યો `હેલ્થ'નો મંત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં એસસીઓ સમિટને સંબોધતાં અફઘાનિસ્તાનના નેજા હેઠળની શાંતિ પ્રક્રિયાને ભારતનો ટેકો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું અને દુનિયાનાં રાષ્ટ્રોને `હેલ્થ'નો મંત્ર આપ્યો હતો. જેમાં એચ એટલે હેલ્થ અને મેડિકેર, ઈ-ઈકો કો-અૉપરેશન, એ- જળ પરિવહન દ્વારા અલ્ટરનેટિવ (વૈકલ્પિક) જોડાણ, એલ-લીટરેચર (સાહિત્ય)નો પ્રચાર, ટી-ટેરરિઝમ (આતંકવાદ) મુક્ત સમાજ અને એચ-(હ્યુમેનિટેરિયન) માનવતાવાદનો સમાવેશ થતો હતો.
આ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કઝાખસ્તાનના પ્રમુખને મળશે અને ઈરાનના પ્રમુખ હસન રૂહાની સાથે દ્વિપક્ષી મંત્રણા યોજશે.
દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ચીન અને રશિયાના પ્રમુખોને મળશે પરંતુ વડા પ્રધાન મોદી સાથે તેમની બેઠક અનિશ્ચિત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer