ધનલક્ષ્મી બૅન્કના ચેરમેન પછી બે બોર્ડ સભ્યએ રાજીનામાં આપ્યા

કેરળ, તા.30 જૂન
ધનલક્ષ્મી બૅન્કના બે બોર્ડ સભ્યોએ તેમની મુદત પહેલા રાજીનામુ આપ્યુ છે. સૂત્રોનું કહેવુ છે કે અમૂક શૅરધારકો વચ્ચેના મતભેદોને લીધે આ રાજીનામા આવ્યા છે. અંગત કારણ આગળ ધરીને સ્વતંત્ર ડિરેક્ટર કે.એન.મુરલી અને એડિશનલ ડિરેક્ટર જી.વેન્કટનારાયણે રાજીનામુ આપ્યુ છે.દોઢ વર્ષ પહેલા મુરલી બૅન્કમાં જોડાયા હતા, જ્યારે વેન્કટનારાયણ અમૂક મહિનાઓ પહેલા જ જોડાયા હતા. 
સૂત્રોના કહેવા પ્રમાણે બોર્ડ સંભ્યમાં પોલીસી સંબંધિત મતભેદો ઉભા થતા આ રાજીનામા આપવામાં આવ્યા છે. સોમવારે ધનલક્ષ્મી બૅન્કના ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર સંજીવ કૃષ્ણને રાજીનામુ આપ્યુ હતું. તેમના કંપનીનું મેનેજમેન્ટ અને અમૂક બોર્ડ સભ્ય સાથે મતભેદો હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer