કેનેડામાં મસૂરનો પાક વર્ષ 2020-21માં ઘટશે

કેનેડામાં મસૂરનો પાક વર્ષ 2020-21માં ઘટશે
વિશેષ પ્રતિનિધિ તરફથી 
વિનિપેગ, તા. 30 જૂન 
એગ્રિકલ્ચર એન્ડ એગ્રી ફૂડ કેનેડા (એએએફસી)એ મે મહિનાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે વર્ષ 2019-20માં તુર્કી, સંયુક્ત અરબ અમિરાત તેમજ ભારતની માંગ વધવાથી મસૂરની નિકાસ વધીને 22 લાખ ટન રહેવાનો અંદાજ છે. નિકાસ વધવાથી મસૂરના કેરી ઓવર સ્ટોકમાં ઘટાડો થવાની ધારણા છે.  એએએફસીના મતે કેનેડામાં મસૂરનું ઉત્પાદન વર્ષ 2020-21માં ઘટીને 21.50 લાખ ટન રહેવાની સંભાવના છે જ્યારે કુલ સપ્લાય ઘટીને 25 લાખ ટન રહેવાની ધારણા છે. 
એએએફસીના મતે વર્ષ 2020-21માં મસૂરનો ઉત્પાદન અંદાજ 21.50 લાખ ટન રહી શકે છે જે વર્ષ 2019-20માં 21.67 લાખ ટન રહેવાની ધારણા છે. આ ઉત્પાદન વર્ષ 2018-19માં 20.92 લાખ ટન હતુ. કેનેડાથી વર્ષ 2020-21માં 20 લાખ ટન તેમજ વર્ષ 2019-20માં 22 લાખ ટન મસૂરની નિકાસ થવાની ધારણા છે. જે વર્ષ 2018-19માં 20.33 લાખ ટન હતી. 
મસૂરનું વાવેતર વર્ષ 2020-21માં 14.75 લાખ હેક્ટર અને વર્ષ 2019-20માં 14.89 લાખ હેક્ટરમાં થવાની સંભાવના છે. વર્ષ 2018-19માં તેની ખેતી 14.99 લાખ હેક્ટરમાં થઇ હતી. મસૂરનું વર્ષ 2020-21 સીઝનમાં કેરી ઓવર સ્ટોક 1.50 લાખ ટન અને વર્ષ 2019-20માં 3 લાખ ટન રહેવાનો અંદાજ છે. જે વર્ષ 2028-19માં 6.31 લાખ ટન હતુ. 
એએએફસી એ મસૂરો સરેરાશ ભાવ પાક વર્ષ 2020-21ની માટે 60 ડોલર વધારીને 500-530 કેનેડિયનડોલર પ્રતિ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. પાક વર્ષ 2019-20ની માટે આ ભાવ ગત મહિનાના 410-440 કેનેડિયન ડોલરથી વધારીને 465-495 કેનેડિયન ડોલર પ્રતિ ટન કર્યો છે. પાક વર્ષ 2018-19ની માટે ભાવ 390 કેનેડિયન ડોલર પ્રતિ ટન રહ્યો છે. 
અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ)ની રિપોર્ટ મુજબ વર્ષ 2020-21માં અમેરિકન મસૂરનું વાવેતર ગત વર્ષની તુલનાએ થોડુક ઘટીને 4.7 લાખ એકર રહેવાની સંભાવના છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer