ચીન-કોરિયાની ફ્લેટ પ્રોડક્ટ્સ પર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી નખાઈ

ચીન-કોરિયાની ફ્લેટ પ્રોડક્ટ્સ પર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી નખાઈ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ તા. 30 જૂન 
કેન્દ્ર સરકારે સ્વદેશી લોખંડ ઉત્પાદકોને સહાય કરવા માટે ચીન, વિયેતનામ તથા કોરિયાથી આયાત થતી એલ્યુમિનિયમ અને ઝિંકના કાટિંગવાળી ફલેટ રોલ્ડ પ્રોડકટ પર પાંચ વર્ષ માટે એન્ટી-ડમ્પિગ ડયૂટી નાખી છે. ડયૂટીની રકમ ટન દીઠ 13.07 ડોલરથી લઈને 173.1 ડોલર સુધીની રહેશે. આમ તો આ ચીજો પર 15 ઓકોટોબર 2019ના રોજ કામચલાઉ ધોરણે આંટી-ડમ્પિગ ડયૂટી નાખવામાં આવી હતી. હવે તે એ તારીખથી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે એમ એક સત્તાવાર યાદી જણાવે છે.   
કલરકોટેડ શીટ તૈયાર કરવા માટે વપરાતી આ બંને પ્રકરની શીટ (પતરાની કોઇલ) સ્થાનિકમાં બનતી હોઈ તેની સસ્તી આયાત નિયંત્રિત કરવામાં આવી છે, જેથી લોકડાઉન પછી શરૂ થયેલ મેન્યુફેકારિંગ ક્ષેત્રે સ્થાનિક લોખંડ ઉત્પાદનનું વેચાણ જળવાઇ રહે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આયાત ડયુટીના વધારાની ટન દીઠ અસર રૂ.11 થી 12 હજાર જેટલી થાય છે, એમ એક સ્ટોકિસ્ટે જણાવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer