મુંબઈ `સી'' વોર્ડનાં પાંચ કાપડ બજાર અંકુશો સાથે સોમવારથી ખુલશે

ત્રણને વહેલી મંજૂરીની પ્રતીક્ષા, સપ્તાહમાં માત્ર બે દિવસ, સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે  
દેવચંદ છેડા 
મુંબઈ, તા. 10 જુલાઈ
મુંબઈના `સી' વોર્ડમાં કાપડનાં જથ્થાબંધ અને અર્ધ જથ્થાબંધ 8 બજારોમાંથી પાંચને મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારથી ફરીથી શરૂ કરવાની મંજૂરી બીએમસીની મંજૂરી મળી છે. તેથી, મૂળજી જેઠા માર્કેટ, મંગલદાસ માર્કેટ, સ્વદેશી માર્કેટ, એલકે માર્કેટ અને પંકજ માર્કેટ સોમવારથી ખૂલશે.  
બીજી ત્રણ - કૃષ્ણા માર્કેટ અને કક્કડ માર્કેટને તેમના પ્લાન સબમીટ થવામાં વિલંબ થતા હજી બીએમસીએ મંજૂરી આપી નથી. આર. જે. માર્કેટ આ ગ્રુપમાં સામેલ થતી નથી.  કોરોના લૉકડાઉનના કારણે  આ કાપડ બજારો 18 માર્ચ 2020થી બંધ હતાં જે હવે લગભગ ચાર મહિના બાદ  ખૂલશે. 33 ટકાની ફૉર્મ્યુલાના આધારે દરેક દુકાનદાર સપ્તાહમાં બે દિવસ જ  દુકાન ખોલી શકશે.  
ધી ન્યુ પીસગુડ્સ બજાર કંપની લિ.ના ચૅરમૅન અને ટેક્સટાઈલ મર્ચન્ટ્સ ઍસોસિયેશન અૉફ એમ. જે. માર્કેટના પ્રમુખ મુકેશ દેસાઈએ  કહ્યું વરિષ્ઠ વયના વેપારીઓએ ઘર બહાર નીકળવું જોઈએ નહીં પછી ભલે કાપડબજાર ખુલ્લી હોય.    તેમણે વધુમાં વધુમાં જણાવ્યું હતું કે હજી માર્કેટ કૉમ્પલેક્સ ખોલવાની મંજૂરી નથી, પણ કાપડ બજારોને ખાસ મંજૂરી અપાઈ છે.  મૂળજી જેઠા માર્કેટના વેપારીઓ અને પેટાભાડૂતોએ ડેકલેરેશન ફૉર્મ ભરી બે ફોટોગ્રાફ જોડે આપવાના રહેશે. ત્યાર બાદ 7 દિવસ સુધીમાં તેમને એન્ટ્રી પાસ  અપાશે. સ્ટાફ અને ગુમાસ્તાના પણ બે ફોટોગ્રાફ અને આધાર કાર્ડની કૉપી  સાથે આપવાના રહેશે. કોઈ કર્મચારી કે ગુમાસ્તા કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા નથી - એવો પત્ર પણ વેપારીઓએ આપવો પડશે. દુકાનમાં બે કર્મચારીને જ આવવા મળશે. જો દુકાન  60 ચો. ફિટથી નાની હશે તો માત્ર વેપારીને જ આવવા દેવાશે. જોકે,આશ્વાસન એ વાતનું છે કે આ વ્યવસ્થા કામચલાઉ છે.  મંગલદાસ માર્કેટ ક્લોથ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ સુરેન્દ્ર વોરાણી અને બૉમ્બે ક્લોથ માર્કેટ કંપની લિ.ના ચૅરમૅન ભરત ત્રિવેદીએ જણાવ્યું હતું કે સોમવારથી માર્કેટના 14 ગેટમાંથી માત્ર 2 ગેટ જ ખુલ્લા રાખવામાં આવશે. મંગલદાસ માર્કેટ મુખ્યત્વે રિટેલ માર્કેટ હોવાથી ગ્રાહકોને એન્ટ્રી કાર્ડની જરૂર નહીં હોય. 
ધી ક્લાધિંગ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (સેએમએઈ)ના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે મુંબઈના ગાર્મેન્ટ કારખાના  હજી બંધ છે. તે વહેલી તારીખે ખોલવા દેવા માટે સીએમએઈએ  આદિત્ય ઠાકરે, ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ અને મહારાષ્ટ્રના ટેક્સટાઈલ પ્રધાન અસલમ શેખને પત્ર  લખ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer