અમેરિકાએ સોયાબીનના ભાવ વધાર્યા

વિશેષ પ્રતિનિધિ તરફથી 
વાશિંગ્ટન, તા. 31 જુલાઈ 
અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ)એ માર્કાટિંગ વર્ષ 2020-21 માટે સમગ્ર દુનિયામાં તેલીબિયાંનુ ઉત્પાદન  60.4 કરોડ ટન રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આ ઉત્પાદન અંદાજ પાછલા મહિનાની તુલનાએ 20 લાખ ટન ઓછો છે. કેનેડામાં સરસવ અને અમેરિકામાં કપાસિયાના ઉત્પાદનમાં ઘટાડાની આશંકા એ અંદાજમાં ઘટાડો કરાયો છે. સોયાબીનનું વૈશ્વિક ઉત્પાદન વર્ષ 2020-21માં 36.25 કરોડ ટન રહેવાનો અંદાજ છે જે વર્ષ 2019-20માં 33.61 કરોડ ટન હતુ. યુએસડીએએ સોયાબીનનો સરેરાશ ભાવ વર્ષ 2020-21 માટે 0.30 ડોલર વધારીને 8.50 ડોલર પ્રતિ બુશલ કર્યો છે. યુએસડીએએ વર્ષ 2019-20ની માટે વૈશ્વિક તેલીબિયાં ઉત્પાદન અંદાજ 20 લાખ ટન વધીને 57.7 કરોડ ટન મૂક્યો છે. તેમજ સોયાબીનનો સરેરાશ ભાવ વર્ષ 2019-20 માટે 0.05 ડોલર વધારીને 8.55 ડોલર પ્રતિ બુશલ કર્યો છે.
સોયાબીનનું વૈશ્વિક ઉત્પાદન વર્ષ 2020-21માં 36.25 કરોડ ટન રહેવાનો અંદાજ છે જે વર્ષ 2019-20માં 33.71 કરોડ ટન હતુ. સોયાબીનનું ઉત્પાદન વર્ષ 2018-19માં 36.05 કરોડ ટન હતુ. વર્ષ 2020-21ની રિપોર્ટમાં અમેરિકામાં સોયાબીન ઉત્પાદન અંદાજ 11.22 કરોડ ટન મૂકવામાં આવ્યો છે જ્યારે વર્ષ 2019-20માં તે 9.66 કરોડ ટન રહ્યો છે. બ્રાઝિલમાં વર્ષ 2019-20માં સોયાબીનનું ઉત્પાદન 12.60 કરોડ ટન હતુ જે વર્ષ 2020-21માં 13.10 કરોડ ટન રહેવાનો અંદાજ છે. આર્જેન્ટિનામાં સોયાબીનનું ઉત્પાદન વર્ષ 2019-20માં 5 કરોડ ટન રહ્યુ જે વર્ષ 2020-21માં 5.35 કરોડ ટન રહેવાનો અંદાજ છે. ચીનમાં સોયાબીનનું ઉત્પાદન 1.75 કરોડ ટન રહેવાનો અંદાજ છે જે વર્ષ 2019-20માં 1.81 કરોડ ટન રહ્યુ. યુએસડીએનું કહેવુ છે કે વર્ષ 2020-21માં ચીનનીં સોયાબીનની આયાત વર્ષ 2019-20ની સમાન 9.60 કરોડ ટન રહેવાની સંભાવના છે. 
યુએસડીએએ પોતાના રિપોર્ટમાં વર્ષ 2020-21માં બ્રાઝિલની સોયાબીન નિકાસ વર્ષ 2019-20ના 8.90 કરોડ ટનના બદલે 8.30 કરોડ ટન રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અમેરિકાની સોયાબીનની નિકાસનો અંદાજ વર્ષ 2020-21માં 5.57 કરોડ ટન રહેવાની સંભાવના છે જે વર્ષ 2019-20માં 4.49 કરોડ ટન રહી. અમેરિકાથી વર્ષ 2018-19માં 4.76 કરોડ ટન સોયાબીનની નિકાસ થઇ હતી. આર્જેન્ટિનાની 2020-21માં સોયાબીનની નિકાસ વર્ષ 2019-20ના 90 લાખ ટનના બદલે 65 લાખ ટન રહેવાની સંભાવના છે. 
અમેરિકન કૃષિ વિભાગના મતે ભારતમાં 2020-21માં સોયાબીનનું ઉત્પાદન 105 લાખ ટન રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે જે વર્ષ 2019-20માં 93 લાખ ટન તેમજ વર્ષ 2018-19માં સોયાબીનનું ઉત્પાદન 109.30 લાખ ટન હતુ. ભારતમાં વર્ષ 2019-20માં 83 લાખ ટન સોયાબીનનું પિલાણ થવાની સંભાવના છે જે વર્ષ 2020-21માં 94 લાખ ટન પહોંચી શકે છે. સમગ્ર દુનિયામાં વર્ષ 2019-20માં સોયાબીનનો અંતિમ સ્ટોક 9.96 કરોડ ટન રહ્યો. જે વર્ષ 2020-21માં ઘટીને 9.50 કરોડ ટન રહી શકે છે. જે વર્ષ 2018-19માં 11.27 કરોડ ટન હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer