દુબઈમાં મરી, લાવિંગ વિષે 10 ઓગષ્ટે વેબિનાર

દુબઈમાં મરી, લાવિંગ વિષે 10 ઓગષ્ટે વેબિનાર
અમારા પ્રતિનિધિ દ્વારા 
મુંબઈ,તા. 31 જૂલાઇ 
દુબઈ મલ્ટિ કૉમોડિટી સેન્ટર (ડીએમસીસી) દ્વારા કાળા મરી અને લાવિંગ વિષે એક વેબિનાર યોજાયો છે. સોમવાર 10 ઓગષ્ટે બપોરે 12-1.30 કલાક દરમિયાન યોજાનારા વેબિનારને ડીએમસીસીના એક્ઝિકયુટિવ અધ્યક્ષ અને ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર અહમદ બિન સુલેમ સંબોધન કરશે. કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં મરીની માગ અને પુરવઠા સામેના પડકારો પર ઈન્ટરનેશનલ પેપર કૉમ્યુનિટી (યુએન-ઈએસસીએપી) ઈન્ડોનેશિયાના એક્ઝિકયુટિવ ડિરેકટર, સ્પાઈસ બોર્ડ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ડિરેકટર તથા કેશ્યૂ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એક્ઝિકયુટિવ ડિરેકટર અને સેક્રેટરી એસ. કન્નન વક્તવ્ય આપશે. 
`એશિયા અને મધ્ય પૂર્વની લાવિંગની બજારનું વિશ્લેષણ` પર વર્લ્ડ કલોવ કાઉન્સિલના અધ્યક્ષ, ફૂડ પ્રોસાસિંગ કમિટી ઓફ ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ ઓફ કૉમર્સ તથા ઈન્ડો એશિયન બિઝનેસ ઍસોસિયેશન - એગ્રી બિઝનેસ કમિટીના અધ્યક્ષ ગોપાલ આહુજા વક્તવ્ય આપશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer