ગ્રાહકોની પસંદ બદલાઈ : સસ્તા ચીની રમકડાં, ઇલેક્ટ્રિક ચીજોને બદલે સ્વદેશી આઇટમો માંગે છે

ગ્રાહકોની પસંદ બદલાઈ : સસ્તા ચીની રમકડાં, ઇલેક્ટ્રિક ચીજોને બદલે સ્વદેશી આઇટમો માંગે છે
ચીનની ચિંતા ભારતીય ગ્રાહકોનો મિજાજ જાણીને વધી  
સૈફી રંગવાલા   
મુંબઈ, તા. 4 અૉગ.
ચીને આ વર્ષે ભારતના રક્ષા બંધનના તહેવારમાં ગુમાવેલા રાખડીના  રૂ. 4,000 કરોડના વેચાણનો હિસ્સો તેની ભારત ખાતેની કુલ નિકાસમાં અલ્પ ગણાય  પણ આ તહેવારોમાં ભારતીય ગ્રાહકોના મિજાજનો પરચો જોયા પછી વધુને વધુ આઇટમોનું ભારતીય બજાર તેના હાથમાંથી સરકી રહ્યું હોવાનું તેને સમજાઈ ગયું છે.  
મોદી સરકારનો ચીન સામેનો આર્થિક બહિષ્કાર ટીક-ટોક સહિતના એપ ઉપર પ્રતિબંધથી શરૂ થયો તે હવે તળિયે ઉતરીને રાખડી, પતંગના માંજાથી લઇ ઇલેક્ટ્રિક તોરણો, રમકડાં જેવી જનવપરાશની આઇટમોના બજારો  સુધી આગળ વધી રહ્યો છે. સસ્તી ચીની માલનું વેચાણ અહીંના બજારોમાં ઘટી ગયું છે અને આગળ જતા તે વધુ ઘટશે તેવું વિવિધ બજારના વેપારીઓએ કહ્યું છે.  
કેન્દ્ર સરકારના ''આત્મનિર્ભર ભારત'' અભિયાનની અસર બજારોમાં દેખાવી શરૂ થઇ છે. કેટલાક વેપારીઓએ કહ્યું કે તેઓ ચીનથી આવેલો  જૂનો સ્ટોક વેચવા માંગે છે. તેના ભાવ સ્વદેશી કે અન્ય દેશોની આઇટમો કરતા ઓછા હોવા છતાં ગ્રાહકો સસ્તી ચીની આઇટમો ખરીદતા નથી અને સ્વદેશી બનાવટની ચીજો થોડી મોંઘી હોય તો પણ તે પહેલા ખરીદે છે. 
ચીનથી તદ્દન સસ્તા ભાવે અહીં બજારમાં આવતી લોખંડ અને બિનલોહ ધાતુની  મશીનરીથી ચીજોની આયાત ઓછી થવા લાગી છે. સરકારે અનેક ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટસ , ડ્રગ્સ ફોર્મ્યુલેશન (દવાનો કાચો માલ) ઉપર 20થી 25 ટકા ડયૂટી વધારી છે. રમકડા, બાળકોની બાઇસીકલ, બેટરી સંચાલિત રમકડા કાર, બાઇક અને અન્ય ચીજોને  1 સપ્ટેમ્બરથી  બીઆઈએસ ધોરણો લાગુ કરાશે. રમકડા ઉપર ગયા ફેબ્રુઆરીમા 60 ટકા ડયૂટી લાગુ કરવામાં આવી હતી.  હવે તેના ઉપર બીઆઈએસના ધોરણો લાગુ થવાથી ચીની રમકડાની આયાત લગભગ બંધ થઇ જશે, એમ રમકડાના એક આયાતકાર-સ્ટોકિસ્ટે વ્યાપારને કહ્યું હતું.  
ચીનથી આયાત થતા રમકડાની વાર્ષિક આયાત રૂ. 1400થી 1500 કરોડની ગણાય છે જે   કુલ આયાતની 3 ટકાથી વધુ છે. 
આગામી 1 સપ્ટેમ્બરથી રમકડા પર બીઆઈએસ ફરજિયાત થવાનુ` હોઈ ચીનથી આયાતી રમકડા પ્રોડક્ટની આયાત લગભગ થંભી જશે. બીઆઈએસના નિયમ પ્રમાણે જ્યા` ઉત્પાદન થતુ` હોય તે ફેક્ટરી-ઉદ્યોગની મુલાકાત લઈને સરકારી અધિકારીઓ તેને મંજૂરી  આપતા હોય છે. અત્યારના કોવિડ-19ના સમયકાળ એવી સરહદની સ્થિતિ જોતા આ નિરીક્ષણ શક્ય નથી. એમ સ્થાનિક આયાતકારો માનતા હોઈ તેમની ચિંતા વધી છે. મુ`બઈ-દિલ્હી, મદ્રાસ અને કોલકતા જેવા શહેરોમાં રૂ.200થી 300 કરોડનો ચીનનો માલ હાજરમાં  અથવા કસ્ટમ્સમાં પડ્યો છે. 
આ સિવાય કટલરીની કેટેગરીમાં ગણાતી  સસ્તી છત્રી, રેઇનકોટ, કીચેન, નેલકટર, ટોર્ચ, બેલ્ટ જેવી સસ્તી અન્ય ચીજોની આયાત અગાઉથી 40થી 60 ટકા ઘટી ગઈ છે. આમ છતા` લૉકડાઉનને લીધે મુંબઈની મુસાફરખાના  માર્કેટ અને અન્ય બજારોમા` ઘણો જૂનો માલ વેપારીઓ પાસે પડયો છે. 
રસાયણ બજારના સૂત્રોએ જણાવ્યુ` છે કે  ઔષધ બનાવવાના કાચા માલ-  એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ)ની ચીનથી આયાત થઇ રહી છે.  સરકારે કેટલીક બલ્ક આયાત પર 25 ટકા સુધી ડયૂટી વધારી હોવાથી આયાત નિયંત્રિત થશે અને સ્થાનિક રસાયણ ઉત્પાદનોનુ` વેચાણ વધશે. 
ચીનથી થતી આયાતમાં નોંધપાત્ર હિસ્સો ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટસનો છે. આગામી તહેવારોની મોસમમાં વધનારી માંગનો લાભ સ્થાનિક ઉત્પાદકોને મળે તે માટે સ્થાનિકમા` મોટો વપરાશ ધરાવતા એલઈડી લાઇટસ, ફેન્સી ફીટીંગ્સ લાઇન, ડેકોરેશન ફીટીંગ્સ, સીરીઝ, શણગારની આઇટમ જેવી ચીજોની આયાત ડયૂટીમા` ધરખમ વધારો તોળાઈ રહ્યો હોવાની બજારમાં ચર્ચા છે. સૂત્રોએ જણાવ્યુ` કે ગણેશોત્સવની ઘરાકી હજી ધીમી છે. લુહાર ચાલના ઇલેક્ટ્રિક બજારમા` આયાતી ટયુબલાઇટ, પંખા, ઇલેક્ટ્રોનિક્સ કુકર જેવ ચીજોનો  બજારમા સ્ટોક બહુ ઓછો રહ્યો છે. એક સ્થાનિક સ્ટોકિસ્ટે જણાવ્યુ` કે લદ્દાખ સરહદે તંગદિલી થયા પછી આયાતકારોએ આગમચેતી વાપરીને નવા આયાતના ઓર્ડર મુકવાનું બંધ કર્યું હતું.  ચીનના નિકાસકારોએ પણ હવે રોકડથી વ્યવહાર શરૂ કર્યો છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer