તેલનો આયાત ખર્ચ ઘટીને ત્રીજા ભાગનો થઈ ગયો

નવી દિલ્હી, તા. 15 સપ્ટે.
ક્રૂડતેલની આયાતનો ખર્ચ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં (એપ્રિલ-જુલાઈ) ઘટીને ત્રીજા ભાગનો થઈ ગયો હતો. તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થવાથી એપ્રિલ-જુલાઈમાં ભારતે 572 લાખ ટન તેલની આયાત માટે 12.4 અબજ ડૉલર ખર્ચ્યા હતા, જ્યારે ગયે વર્ષે તે જ સમયગાળામાં તેણે 749 લાખ ટન તેલ માટે 36.2 અબજ ડૉલર ચૂકવ્યા હતા, એમ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક લેખિત જવાબમાં જણાવ્યું હતું. જાન્યુઆરીમાં ભારતને તેલ બેરલ દીઠ સરેરાશ 64.31 ડૉલરના ભાવે પડયું હતું, જે માર્ચ મહિનામાં કોરોનાના ફેલાવાને કારણે ઘટીને 33.36 ડૉલર થઈ ગયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer