સરકાર જાહેર ક્ષેત્રની બૅન્કોને રૂ. 20,000 કરોડનું ભંડોળ ફાળવશે

નવી દિલ્હી, તા. 15 સપ્ટે.
જાહેરક્ષેત્રની બેન્કોને રૂ.20,000 કરોડનું ભંડોળ ફાળવવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદની મંજૂરી માગતો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 
સંસદમાં સોમવારે સરકારી ખર્ચને મંજૂર કરવા માટે પૂરક માગણી રજૂ કરવામાં આવી હતી. તેમાં જાહેર ક્ષેત્રની બેન્કોને સરકારી સિક્યુરિટીઝ ઇસ્યુ કરીને મૂડી ભંડોળ ફાળવવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. 
પાછલા અમુક વર્ષમાં સરકારે બેન્કોને 3.5 લાખ કરોડની મૂડી ફાળવી છે. સપ્ટેમ્બર 2019માં સરકારે બેન્કોને રૂ.70,000 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું. મોટાભાગની મૂડીની ફાળવણી બોન્ડ દ્વારા થાય છે જેમાં સરકારની તિજોરી ઉપર તાત્કાલિક અસર જણાતી નથી પણ આગળ જતાં તેના વ્યાજની ચુકવણીના કારણે સરકાર માટે તે જવાબદારી બની જાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer