જીડીપી ઘટતો હોય ત્યારે શૅરબજારમાં તેજી કેમ સંભવે?

જીડીપી ઘટતો હોય ત્યારે શૅરબજારમાં તેજી કેમ સંભવે?
આઈએમસી દ્વારા વર્ચ્યુઅલ ચર્ચામાં નિષ્ણાતો : નાના રોકાણકારો શૅરબજારને ચલાવે છે 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 સપ્ટે. 
ભારતીય અર્થતંત્રમાં વિકાસદર (જીડીપી) ઘટી રહ્યો હોવા છતાં શૅરબજારમાં તેજી જોવા મળી રહી છે. આ વિરોધાભાસને સમજાવતા  એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઈન્વેસ્ટમેન્ટ અૉફિસર નવનીત મુનોટે કહ્યું કે પહેલા તબક્કામાં નવા રોકાણકારો બજારમાં આવી રહ્યા છે. તેઓ પૈસા બનાવશે. લોકડાઉનમાં તેમની પાસે સમય છે, ત્યાં સુધી શૅરબજાર ઉપર નજર રાખશે. પરંતુ સમય જતાં તેઓ વધુ સમય ફાળવી નહીં શકે અને ક્રમશ: પોતાનાં નાણાંનું મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા રોકાણ કરશે. 
નેપિયન કેપિટલ એલએલપીના સહસ્થાપક અને મૅનાજિંગ પાર્ટનર ગૌતમ ત્રિવેદીના સંકલન સાથે આઈએમસી ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીની ઓલ્ટરનેટ ફાંડિંગ કમિટી દ્વારા `ભારતમાં શૅરબજારમાં વિરોધાભાસ?' વિષય ઉપર વર્ચ્યુઅલ ચર્ચાનું આયોજન કરાયું હતું. આ ચર્ચામાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઈન્વેસ્ટમેન્ટ અૉફિસર નવનીત મુનોટ, કોટક મહિન્દ્ર એસેટ મૅનેજમેન્ટના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મૅનાજિંગ ડિરેક્ટર નિલેશ શાહ, ફ્રેન્કલિન ટેમ્પલટન-ઇન્ડિયાના એમડી અને સીઆઈઓ આનંદ રાધાક્રિશ્નને ભાગ લીધો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer