અૉગસ્ટમાં નિકાસ 12.66 ટકા ઘટી

અૉગસ્ટમાં નિકાસ 12.66 ટકા ઘટી
વેપારખાધ સંકોચાઈને $ 6.77 અબજ
નવી દિલ્હી, તા. 15 સપ્ટે.
ભારતની માલસામાનની નિકાસ સળંગ છઠ્ઠા મહિને સંકોચાઈને અૉગસ્ટમાં વર્ષાનુવર્ષ 12.66 ટકાના ઘટાડે 22.7 અબજ ડૉલર થઈ હતી.
પેટ્રોલિયમ પેદાશો, ચામડાં અને ચામડાંની ચીજવસ્તુઓ, ઈજનેરી સામાન અને રત્નો તથા આભૂષણોની નિકાસ ઘટવાથી એકંદર નિકાસમાં ઘટાડો નોંધાયો હતો, એમ સત્તાવાર આંકડા પરથી જણાય છે.
અૉગસ્ટમાં માલસામાનની આયાત પણ 26 ટકા ઘટીને 29.47 અબજ ડૉલર થઈ હતી. નિકાસ કરતાં આયાતમાં વધુ ઘટાડો થવાથી વેપારખાધ પણ ગયા વર્ષના 13.86 અબજ ડૉલરથી ઘટીને 6.77 અબજ ડૉલર થઈ હતી.
તેલની આયાત 41.62 ટકા ઘટીને 6.42 અબજ ડૉલર થઈ હતી, પરંતુ સોનાની આયાત 1.36 અબજ ડૉલરથી ઉછળીને 3.7 અબજ ડૉલર થઈ હતી.
એપ્રિલ-અૉગસ્ટ દરમિયાન નિકાસ વર્ષાનુવર્ષ 26.65 ટકા ઘટીને 97.66 અબજ ડૉલર થઈ હતી, જ્યારે આયાત 43.73 ટકા ઘટીને 118.38 અબજ ડૉલર થઈ હતી.
આ પાંચ મહિનાની વેપારખાધ ઘટીને 20.72 અબજ ડૉલર થઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer