તેલીબિયાંનું ઉત્પાદન વધીને 393 લાખ ટન થશે

વિશેષ પ્રતિનિધિ તરફથી 
વાશિંગ્ટન, તા. 29 સપ્ટે. 
અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ)એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં 393.42 લાખ ટન તેલીબિયાંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ ઉત્પાદન અંદાજ અૉગસ્ટમાં 381.64 લાખ ટન હતો. ભારતમાં તેલીબિયાંનું ઉત્પાદન વર્ષ 2019-20માં 366.89 લાખ ટન, વર્ષ 2018-19માં 355.45 લાખ ટન હતુ. 
વર્ષ 2020-21માં કપાસિયાં/ કોટનસીડનુ ઉત્પાદન અૉગસ્ટ મહિનાના અંદાજ 126.09 લાખ ટનથી વધારીને 127.37 લાખ ટન, મગફળીનું ઉત્પાદન 62 લાખ ટનના બદલે 68 લાખ ટન, સરસવનું ઉત્પાદન 76.50 લાખ ટન, સોયાબીનનું ઉત્પાદન 107.50 લાખ ટનની તુલનાએ 112 લાખ ટન, સનફ્લાવરનો પાક 1.85 લાખ ટન તેમજ અને અન્ય તેલીબિયાંનો પાક 7.70 લાખ ટન રહેવાનો અંદાજ છે. વર્ષ 2019-20માં કોટન સીડનું ઉત્પાદન 125.24 લાખ ટન, મગફળીનું ઉત્પાદન 62.55 લાખ ટન, રેપસીડનું ઉત્પાદન 77 લાખ ટન, સોયાબીનનું ઉત્પાદન 93 લાખ ટન, સૂર્યમુખીનું ઉત્પાદન 1.40 લાખ ટન તેમજ અન્ય તેલીબિયાંનું ઉત્પાદન 7.70 લાખ ટન રહ્યુ હતું. 
યુએસડીએએ જણાવ્યું છે કે ભારતમાં વર્ષ 2020-21માં કપાસિયા તેલનો સ્થાનિક વપરાશ 13.95 લાખ ટન, પામતેલની ઘરેલુ વપરાશ 94.30 લાખ ટન, સરસવના તેલનો 27.30 લાખ ટન, સોયાતેલ 50.26 લાખ ટન, સિંગતેલનો વપરાશ 11.50 લાખ ટન, સૂર્યમુખીના તેલનો 28 લાખ ટન તેમજ અન્ય તેલોનો વપારશ 6.19 લાખ ટન રહેવાની સંભાવના છે. દેશમાં વર્ષ 2019-20માં કપાસિયા તેલનો વપરાશ 13.85 લાખ ટન, પામતેલની ઘરેલુ વપરાશ 90.60 લાખ ટન, સરસિયાનો 27.05 લાખ ટન, સોયાતેલ 48.54 લાખ ટન, સિંગતેલ 11.70 લાખ ટન, સૂર્યમુખી તેલનો વપરાશ 28 લાખ ટન તેમજ અન્ય તેલોનો વપરાશ 6.18 લાખ ટન હતો. 
પામતેલની આયાતનો અંદાજ 92 લાખ ટન વ્યક્ત કરાયો છે જે વર્ષ 2019-20માં 88.50 લાખ ટન આંકવામાં આવ્યો છે. સોયાતેલની આયાત વર્ષ 2019-20ના 33.50 લાખ ટનની તુલનામાં વર્ષ 2020-21માં 32.36 લાખ ટન, સરસવ તેલની આયાત 40 હજાર ટનના બદલે 58 હજાર ટન, સૂર્યમુખી તેલની આયાત 27 લાખ ટનની તુલનામાં 26.12 લાખ ટન રહેવાનો અંદાજ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer