વધારે વરસાદથી મહારાષ્ટ્રમાં કપાસના પાકને નુકસાન

વધારે વરસાદથી મહારાષ્ટ્રમાં કપાસના પાકને નુકસાન
વિશેષ પ્રતિનિધિ તરફથી 
જળગાંવ, તા. 29 સપ્ટે. 
મહારાષ્ટ્રના જલગાંવ, ધુલે અને નંદુરબાર જિલ્લામાં પડેલા વધારે વરસાદથી કપાસના પાકને નુકસાન થયુ છે. કપાસના ઝિંડવા (કોટન બોલ)માં સડો લાગતા કપાસની પ્રથમ ચૂંટણી (પાકિંગ) પ્રભાવિત થઇ છે. નોંધનિય છે કે કપાસના એક છોડમાંથી ચાર વખત કપાસ તોડી શકાય છે પરંતુ આ વખતે વરસાદથી કપાસની પ્રથમ ચૂંટણીની ગુણવત્તા પ્રભાવિત થશે તો સામે ખેડૂતોની આવક ઉપર અસર થશે. 
ખેડૂતોનું કહેવુ છે કે પાછલા ત્રણ સપ્તાહમાં પડેલા વરસાદથી મહારાષ્ટ્રના આ ત્રણ જિલ્લામાં કપાસનો પાક પ્રભાવિત થયો છે. ભારે વરસાદ તેમજ કોરોના મહામારીના કારણે રેવન્યૂ વિભાગના અધિકારઓએ પ્રભાવિત વિસ્તારોની હજી સુધી મુલાકાત લીધી નથી. એવામાં પાકના નુકસાનના રિપોર્ટ વગર ખેડૂતોને વળતર કેવી રીતે મળશે. 
ખેડૂતોનું કહેવુ છે કે આ વરસાદથી ન માત્ર કપાસની સાથે સાથે સોયાબીનનો પાક પણ આ જિલ્લાઓમા પ્રભાવિત થયો છે. ખેતરોમાં ઘણું પાણી ભરાયેલુ હોવાથી તેનું આંકલન કરવુ ઘણું મુશ્કેલ છે. કપાસની પ્રથમ ચૂંટણી લગભગ પૂર્ણ થઇ ગઇ છે. કૃષિ વિભાગના અધિકારીઓએ કહ્યુ કે, મે અંત અને જૂનની શરૂઆતમાં વાવેલ કપાસ સૌથી વધારે પ્રભાવિત થયો છે. આ પાક ખેડૂતોએ મજબુરીવશ અત્યંત નીચા ભાવે વેચવો પડશે. 
નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે મીડિયમ સ્ટેપલ કપાસની માટે 5515 રૂપિયા અને લોંગ સ્ટેપલ કપાસની માટે 5825 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ લઘુતમ ટેકાનો ભાવ (એમએસપી) જાહેર કરી છે. ગુણવત્તા ખરાબ થવાથી આ કપાસ એમએસપી કરતા 500-1000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સસ્તુ વેચાઇ શકે છે. મહારાષ્ટ્રના આ ત્રણ જિલ્લાઓમાં કપાસનું વાવેતર લગભગ 8.5 લાખ હેક્ટરમાં થયુ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer