જાવંત્રીનો પાક સામાન્ય

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 અૉક્ટો.
આંતરરાષ્ટ્રીય બજારમાં જાવંત્રીનો કિલોએ જથ્થાબંધ ભાવ 21 ડૉલર છે. ભારતમાં કરવેરા સિવાય કિલોએ જથ્થાબંધ ભાવ રૂા. 1800 જેવો રહ્યો છે, એમ અત્રેની જથ્થાબંધ બજારના વેપારીઓનું કહેવું છે.
જાયફળ અને જાવંત્રી એક જ વૃક્ષની પેદાશ છે. આ વર્ષે તેનો પાક સામાન્ય રહ્યો છે. જાવંત્રીના ઉત્પાદક મથક શ્રીલંકાથી તેની આયાત જકાત મુક્ત છે. ત્યારે ઇન્ડોનેશિયાની આયાત પર પાંચ ટકા જકાત ચુકવવી પડે છે.
ઇન્ડોનેશિયાના જાવંત્રીના માલનો વપરાશ પાવડર બનાવવામાં થાય છે. શ્રીલંકા તથા ભારતના માલના આખા માલના પેકેટ બનાવીને વેચાય છે અને તેના ભાવ વધુ હોય છે. જાવંત્રીનો વપરાશ ગરમ મસાલા બનાવવામાં તથા મીઠાઈમાં રહ્યો છે.
જાવંત્રીની પેદાશમાં ઇન્ડોનેશિયા અગ્રેસર છે અને ત્યાર બાદ ભારત અને શ્રીલંકા રહ્યાં છે. ભારત અને શ્રીલંકાનો પાક માર્ચ-એપ્રિલમાં તથા ઇન્ડોનેશિયાનો ડિસેમ્બરમાં આવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer