લીંબુની આવક વધી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 અૉક્ટો.
અત્રેની વાશી સ્થિત જથ્થાબંધ બજારમાં લીંબુની આવકો સાધારણ સુધરી છે અને રોજની લગભગ 40 ટન જેટલી થઈ રહી છે. કોરોનાની મહામારીને લીધે સુરક્ષાત્મક ઉપાય તરીકે તેનો વપરાશ પણ વધુ રહ્યો છે.
 વાશીની બજારમાં લીંબુના કિલોએ જથ્થાબંધ ભાવ રૂા. 25-30 જેવા છે. રિટેલમાં રૂા. 50-60 આસપાસના ભાવે વેપાર થઈ રહ્યા છે.
લોકડાઉનમાં છૂટછાટ વધવાથી અથાણા બનાવતી કંપનીઓ, હોટેલ, રેસ્ટોરન્ટ તથા નાસ્તાગૃહોમાં આંશિક રૂપે કામકાજ શરૂ થયાં છે. પરિણામે ધંધા રોજગારની રોજની લગભગ 10 હજાર કિલોની માગ રહી છે. તે ધીમે ધીમે જોર પકડશે એવું અહીંના જથ્થાબંધ બજારના વેપારીઓનું કહેવું છે.
એક મહિના પછી લીંબુની આવકો સુધરતા ભાવ હળવા થવાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer