1 માર્ચ સુધી નિયમિત ચૂકવણી થઇ હશે એ લોન જ રિસ્ટ્રકચર થશે

આરબીઆઇ દ્વારા સ્પષ્ટતા 
મુંબઈ, તા. 16 ઓક્ટો. 
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોરોના વાઈરસ મહામારી સાથે સંકળાયેલા રિઝોલ્યુશન ફ્રેમવર્ક હેઠળ માત્ર તે લોનને જ રિસ્ટ્રકચર કરવામાં આવશે, જે 1 માર્ચના રોજ સ્ટાન્ડર્ડ હતી અને જેમાં કોઈ ડિફોલ્ટ થયો નહોતો. રિઝોલ્યુશન ફ્રેમવર્ક 6 ઓગસ્ટના રોજ બહાર પડી હતી. આ સિવાય આરબીઆઈએ ઘણી અન્ય પ્રકારની લોનના રિઝોલ્યુશનને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. 
આરબીઆઈએ કહ્યું કે 1 માર્ચ 2020ના રોજ જે લોન એકાઉન્ટ્સમાં 30 દિવસથી વધુ સમય સુધી પેમેન્ટ થયું ન હતું, જોકે તેને પાછળથી રેગ્યુલરાઈઝ કરવામાં આવ્યું, તે કોવિડ-19 રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્યુશનને પાત્ર ગણાશે નહિ. કારણ કે રીસ્ટ્રકચારિંગ ફ્રેમવર્ક માત્ર તે બોરોઅર પર જ લાગુ થશે, જે 1 માર્ચ 2020ના રોજ સ્ટાન્ડર્ડ શ્રેણીમાં હતા. જોકે આવા એકાઉન્ટ 7 જૂન 2019ના રોજ પ્રૂડેંશિયલ ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્વ કરી શકાશે. 
રેગ્યુલેટરે કહ્યું કે અન્ડર ઈમ્પલીમેન્ટશન પ્રોજેક્ટ લોન, જેમાં ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ ઓપરેશન્સ આગળ વધારવામાં આવ્યું છે, તે રિઝોલ્યુશન ફ્રેમવર્કની સીમાથી બહાર હશે. 
આવા લોન એકાઉન્ટ 
7 ફેબ્રુઆરી 2020ના રોજ આપેલા નિર્દેશ અને નિશ્ચિત કેટેગરીના લેન્ડર્સ માટે લાગુ અન્ય પ્રાસંગિક નિર્દેશોથી ગવર્ન થશે. મલ્ટીપલ લેન્ડર્સ દ્વારા કોઈ એક બોરોઅરને આપવામાં આવેલી જે લોનનું રિઝોલ્યુશન થઈ ચૂક્યું છે, તેવા મામલાઓમાં તમામ લેન્ડિગ સંસ્થાઓએ એક ઈન્ટર-ક્રેડિટ એગ્રીમેન્ટ કરવાનો રહેશે. 
શું 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુની લોનનું કોઈ એક ક્રેડિટ રાટિંગ એજન્સી પાસે કે ઈન્ડિપેન્ડન્ટ ક્રેડિટ ઈવેલ્યુએશન કરાવવું પડશે. આ અંગે આરબીઆઈએ કહ્યું કે જો એકથી વધુ રાટિંગ એજન્સી પાસેથી ક્રેડિટ ઓપિનિયન લેવામાં આવ્યો છે, તો તે ક્રેડિટ ઓપિનિયન નિશ્ચિત રીતે છઙ4 કે તેનાથી ઉપરની રાટિંગનો હોવો જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer