ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 16 અૉકટો. 
અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે અગામી 24 કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.
રાજ્યમાં એક સાયકલોનીક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જ્યંત સરકાર જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે અને આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer