કચ્છ અને ગુજરાતમાં પણ નુક્સાન

અમારા પ્રતિનિધિ તરફથી અમદાવાદ.તા.20 અૉક્ટો.  
ગુજરાતમાં જતા જતા પણ વરસાદ ખેડૂતો પર આફત બનીને વરસ્યો છે..સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ અને ગુજરાત તરફ પણ નુક્સાન થયું છે. કચ્છનાં ભૂજ તાલુકાનાં ગામોની દશા પણ ખરાબ છે. આહિર પટ્ટીમાં બે ઇંચ વરસાદ પડ્યો અને લોરિયા, સુમરાસર સહિતનાં ગામોનો પાક ધોવાઇ ગયો છે.. અગાઉની નુક્સાની વળતર તો મળ્યું નથી અને હવે આ નવી આફત આવતા ખેડૂતો હતભ્રત બની ગયા છે.  
કચ્છનાં ભૂજ તાલુકામાં નુક્સાન મોટું છે. કપાસ, મગ, ગવારઘાસચારો, એરંડા, કઠોળમાં મોટું નુકસાન થયું છે.  દક્ષિણ ગુજરાતમાં નવસારી સહિતના પંથકમાં પણ નુકસાનીનો વરસાદ વરસ્યો છે. હજુ અગાઉના માવઠાની રકમ નથી અપાઈ, સર્વે પણ અમુક જગ્યાએ નથી થયો ત્યા ફરી આફતનો આ વરસાદ કિસાનોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer