કિસમિસના જથ્થાબંધ વેપારમાં ઘરાકી ઠંડી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 અૉકટો.
કોરોનાના વ્યાપને લીધે વેપારીઓએ સાંગલીમાં કિસમિસનું અૉક્શન લગભગ દોઢ મહિનાથી સ્વયંભૂ રીતે બંધ રાખ્યું છે અને તાસગાંવમાં યોજાઈ રહ્યંy છે.
તાસગાંવમાં રોજની 40-50 ગાડી (પ્રત્યેક 10 ટન) માલ આવી રહ્યો છે, સપ્ટેમ્બરના અંતમાં તહેવારો નિમિત્તે માગ નીકળી હોવાથી બજાર કિલોએ રૂા. 20 જેવી ઊંચકાઈ હતી. ભાવ વધી જવાથી જથ્થાબંધ બજારમાં હવે ઘરાકી ઠંડી પડી છે, એમ સાંગલી બેદાણા મર્ચન્ટસ ઍસોસિયેશનના સૂત્રોનું કહેવું છે.
તાસગાંવ અૉક્શનમાં આવતો બધો માલ વેચાઈ જાય છે. કિસમિસના લાંબા માલનો પ્રતિકિલો જથ્થાબંધ ભાવ કરવેરા સિવાય રૂા. 110-150 અને ગોળમાલના રૂા. 150-200ના ભાવે વેપાર થઈ રહ્યાં છે. બેકરીમાં મુખ્ય વપરાશ ધરાવતી ગોળ કાળી દ્રાક્ષનો કરવેરા સિવાય કિલોએ જથ્થાબંધ ભાવ રૂા. પાંચથી દસ ઘટીને રૂા. 55 અને લાંબા માલના રૂા. 40-45 રહ્યાં છે. ફરસાણ હાઉસ અને નાસ્તાગૃહો શરૂ થવાથી તથા તહેવારો નિમિત્તે કિસમિસમાં રિટેલ ઘરાકી સારી છે.
અત્રેની વાશીની બજારમાં કિસમિસના લાંબા માલનો કિલોએ રિટેલ ભાવ કરવેરા સિવાય નેચરલ ગ્રીનના રૂા. 300-350 અને ગોળમાલના રૂા. 295-345ના ભાવ અને ગોળ કાળી દ્રાક્ષના કરવેરા સિવાય કિલોએ રિટેલ ભાવ રૂા. 85-110 ના ભાવે વેપાર થઈ રહ્યાં છે, એમ કિસમિસના વેપારી પ્રશાંતભાઈ ઠક્કરનું જણાવવું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer