સોપારીનીમાં તહેવારોની ઘરાકી નીકળી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 અૉકટો.
સોપારીમાં તહેવારે નિમિત્તે ખરીદી નીકળી છે તેથી બજાર સુધરી છે અને ભાવ કિલોએ લગભગ રૂા. 40-45 જેવા વધ્યાં છે.
કોરોનાને લીધે રાજ્યોની બોર્ડર સીલ કરી હોવાથી માલ જોઈએ તેટલો આવતો નથી. આવકો પાંખી રહી છે. તેથી પણ બજાર ઊંચકાઈ છે. સોપારીમાં માલે તળિયું બતાવ્યું છે. તેથી જેટલો માલ આવે છે. તે બધો ખપી જાય છે, એમ અત્રેની જથ્થાબંધ બજારના સોપારીના આયાતકારોનું કહેવું છે.
સોપારીના ઉત્પાદક મથક બૅંગ્લૉર અને સીરસીમા માગ નીકળવાથી ખેડૂતો પણ બજારમાં માલ લાવી રહ્યાં છે. તહેવારોની સિઝન તથા બજારમાં માલ પૂરો થવામાં હોવાથી વેપારીઓની ખરીદી વધી રહી છે.
સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં અત્રેની વાશીની બજારમાં મૅંગ્લૉરની સોપારીના કિલોએ જથ્થાબંધ ભાવ કરવેરા સિવાય રૂા. 400-430 હતાં. તે વધીને રૂા. 440-460 અને સીરસીના રૂા. 380-390થી વધીને રૂા. 425-430 જેવા થયા છે. માલબોજ નહી હોવાથી આગામી સમયમાં હજી બજાર સુધરી શકે છે. એમ વેપારીઓનું જણાવવું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer