જીએસટી કાયદામાં ફેરફાર કરવા વડા પ્રધાનને મેમોરેન્ડમ મોકલાયું

અમારા પ્રતિનિધિ તરફથી   
અમદાવાદ, તા. 23  ફેબ્રુ.
જીએસટીમાં રોજે રોજ કરવામાં આવતા ફેરફારો અને શિક્ષાત્મક પગલાઓથી ત્રસ્ત અગ્રણી વેપારી સંગઠન ફેરેશન ઓફ ઓલ ઇન્ડિયા વ્યાપાર મંડળ (એફએઆઇવીએમ) એ ભારત સરકારને પ્રવર્તમાન જીએસટી કાયદાને નવા જીએસટી કાયદા સાથે બદલવાની માગ કરી છે.   
પોતાની માગને ઉગ્ર બનાવવા માટે એએઆઇવીએમે 22 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં 400થી વધુ જિલ્લા મેજીસ્ટ્રેટ અને નાયબ કમિશનર્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મેમોરેન્ડમ આપ્યુ હતું અને આત્મનિર્ભર માટે ભારત માટે સરકારે જીએસટીનું નવું સંસ્કરણ લાવવું જોઇએ તેવી માગ કરી હતી. 2017માં લાગુ પાડવામાં આવેલ સૌથી મોટી કર સુધારા વ્યવસ્થા જીએસટીથી કરવ્યવસ્થાને સરળ અને ઉદાર બનાવવામાં આવશે, કરચોરી નિયંત્રિત રખાશે તેવી આશા સેવવામાં આવી હતી.   
એફએઆઇવીએમના રાષ્ટ્રીય પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતુ કે આશરે 1000 ફેરફારો પ્રવર્તમાન જીએસટીમાં કરવામાં આવ્યા છે. વધુમાં કરચોરી અને બનાવટી ટેક્સ ક્રેડિટના બનાવો પણ વધી રહ્યા છે. અપ્રમાણિકતાને કારણે પ્રમાણિક કરદાતાને શિક્ષા થાય છે કારણે જ્યાં સુધી વિક્રેતા પોતાનું રિટર્ન જમા ન કરાવે ત્યાં સુધી બિઝનેસમેનને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. જો નવા જીએસટી કાયદાના પુનર્લેખનમાં વેપારીઓની ભાગીદારી થાય છે, તો ચોક્કસ જીએસટી વપરાશકર્તા મૈત્રીપૂર્ણ હશે, પ્રગતિ થશે અને ધારણા કરતા વધારે આવક પ્રાપ્ત થશે.  
વિદેશી રોકાણોને આકર્ષવા માટે, નવો જીએસટી એવી રીતે લખવો જોઈએ કે રોકાણકારોને વિશ્વાસ થાય કે કે, આગામી 5-10 વર્ષ સુધી ભારતમાં જીએસટી કાયદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને સ્થિર રહેશે. અગાઉ ઈન્કમટેક્સ એક્ટ અને કંપની એક્ટ પણ નવા ભારત માટે સંપૂર્ણ રીતે ફરીથી લખવામાં આવ્યા છે, તે જ રીતે આત્મનિર્ભર ભારત માટે પણ હવે જીએસટી કાયદો ફરીથી લખવાની જરૂર છે.  જો નવા જીએસટી કાયદાના પુનર્લેખનમાં વેપારીઓની ભાગીદારી થાય છે, તો ચોક્કસ જીએસટી વપરાશકર્તા મૈત્રીપૂર્ણ હશે, પ્રગતિ થશે અને ધારણા કરતા વધારે આવક પ્રાપ્ત થશે

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer