અદ્યતન ટેકનૉલૉજીના ઉપયોગ માટે કૃષિ વિભાગને એવૉર્ડ

આજે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને એવૉર્ડ અપાશે  
અમારા પ્રતિનિધિ તરફથી   
અમદાવાદ, તા. 23 ફેબ્રુ.  
રાજ્ય સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તેમજ કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી ઇનોવેશન માટે એમ બે-બે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે. ભારત સરકારની મહત્વાકાંક્ષી ખેડૂત કલ્યાણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતના આદિજાતિ ક્ષેત્ર દાહોદ જિલ્લાને ગ્રિવન્સીસ રિડ્રેસલ-ફરિયાદ નિવારણની શ્રેષ્ઠતા માટે કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  
રાજ્યના કૃષિ સચિવ મનિષ ભારદ્વાજે જણાવ્યું કે, ગુજરાતમાં પાકના વાવણી વિસ્તાર અને નુકશાનની ગણતરી-ક્રોપ એરિયા એસ્ટિમેશન એન્ડ લોસ એસસમેન્ટ માટે જિઓ સ્પાટીઅલ ટેકનોલોજીના ઉપયોગ માટે પણ ગુજરાત રાજ્યને જિઓ-સ્પાટીઅલ ટેકનોલોજી ઇનોવેશન એવોર્ડ ફિક્કી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.   
દેશના ખેડૂતોની આવક વધારવાના હેતુસર ખેડૂત પરિવારોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ફેબ્રુઆરી-ર019થી શરૂઆત કરી છે. આ મહત્વાકાંક્ષી યોજના અન્વયે ખેડૂત પરિવારને વાર્ષિક કુલ રૂ. 6000ની સહાય ડી.બી.ટી. મારફતે દર ચાર મહિને રૂ. ર000ના સમાન હપ્તામાં ત્રણ વાર ચુકવવામાં આવે છે.   
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સફળ અમલીકરણના બે વર્ષ પૂર્ણ થવા અવસરે ભારત સરકારે દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લાઓમાં આ યોજનાના અમલની શ્રેષ્ઠતા માટે વિવિધ ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.  સમગ્ર દેશના 718 જિલ્લાઓ પૈકી 1પ જિલ્લાઓને આ ત્રણ કેટેગરી અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ માટે એવોર્ડ મેળવવા પસંદગી પામ્યા છે. તા.ર4 ફેબ્રુઆરી બુધવારે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આ એવોર્ડ રાજ્ય સરકારને એનાયત કરવામાં આવનાર છે.   
આ એવોર્ડ ઉપરાંત ફિક્કી  જિઓ- સ્પાટિયલ એક્સલન્સ ઇન ગવર્નંન્સ, જિઓ- સ્પાટિયલ ટેકનોલોજી ઇનોવેશન અને ફિક્કી  જિઓ- સ્પાટિયલ એક્સલન્સ ઇન બિઝનેશ એપ્લિકેશન એમ ત્રણ કેટેગરીમાં એવોર્ડની જાહેરાત Bિઍંઈઈઈં દ્વારા કરવામાં આવી છે. આ એવોર્ડમાં એક માત્ર સરકારી વિભાગ તરીકે ગુજરાત સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને એવોર્ડ મળ્યો છે.   
અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ બદલ ભારત સરકારના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે ખેડૂતોની આવક બમણી કરવાના રિપોર્ટમાં ગુજરાતનો કેસ સ્ટડી તરીકે સમાવેશ કરેલો છે. આ એવોર્ડ પહેલાં પણ ગુજરાતને બેસ્ટ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મિંગ ઇનિસિએટીવ એવોર્ડ તથા િડજીટલ ઇન્ડિયા એવોર્ડ ઇન ઇમર્જિંગ ટૅક્નોલોજી પણ મળ્યો છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer