સુકા વટાણાનો પાક ઘટવાની આશંકા : એએએફસી

વિનિપેગ, તા. 23 ફેબ્રુ.  
એગ્રિકલ્ચર એન્ડ એગ્રી ફૂડ કેનેડા (એએએફસી)એ કહ્યું છે કે વર્ષ 2020-21માં સુકા વટાણાની નિકાસ 38 લાખ ટન રહેવાનો અંદાજ છે જેમાં સૌથી વધુ નિકાસ ચીન ને બાંગ્લાદેશને થશે. વર્ષ 2021-22માં સુકા વટાણાની ખેતી 17.5 લાખ હેક્ટરમાં થવાની સંભાવના છે પરંતુ તેનો પાક ઘટી 44 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ ઉત્પાદન ઘટવાથી તેની સપ્લાયમાં સાધારણ ઘટાડાની આંશકા છે.  
કેનેડામાં વર્ષ 2020-21માં સુકા વટાણાનુ ઉત્પાદન અંદાજ 45.94 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ  અંદાજ વર્ષ 2021-22ની માટે 44 લાખ ટન મૂક્યો છે. જ્યારે વર્ષ 2019-20મા સુકા વટાણાનુ ઉત્પાદન 42.37 લાખ ટન હતુ. કેનેડામા સુકા વટાણાની ખેતી વર્ષ 2020-21માં 16.85 લાખ હેક્ટરમાં થવાનો અંદાજ છે. તે વર્ષ 2019-20માં 17.11 લાખ હેક્ટર હતુ જ્યારે વર્ષ 2021-22મા 17.15 લાખ હેક્ટરમાં થવાનો અંદાજ છે.  
કેનેડાથી સુકા વટાણાની નિકાસ વર્ષ 2020-21મા 37 લાખ ટન રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. તેની નિકાસ વર્ષ 2019-20મા 37.08 લાખ ટન તેમજ વર્ષ 2021-22મા 37 લાખ ટન રહેવાની સંભાવના છે. સુકા વટાણાનો કેરી આઉટ સ્ટોક વર્ષ 2020-21માં ત્રણ લાખ ટન રહેવાની ધારણા છે જ્યારે આ અંદાજ વર્ષ 2021-22ની માટે 2.50 લાખ ટન મૂક્યો છે. વર્ષ 2019-20મા 2.33 લાખ ટન હતો.  
એએએફસી એ સુકા વટાણાનો સરેરાશ ભાવ પાક વર્ષ 2020-21ની માટે 15 ડોલર ઘટાડી 300 કેનેડિયન ડોલર પ્રતિ ટન કર્યો છે. જે પાછલા મહિને 315 કેનેડિયન ડોલર પ્રતિ ટન હતો. જ્યારે, પાક વર્ષ 2019-20ની માટે 265 કેનેડિયન ડોલર રહયો. પાક વર્ષ 2021-22ની માટે 15 ડોલર વધી 300 કેનેડિયન ડોલર પ્રતિ ટન કર્યો છે.  
અમેરિકન કૃષિ સંસ્થા (યુએસડીએ)ના મતે વર્ષ 2020-21મા અમેરિકામા સુકા વટાણાનુ ઉત્પાદન બે ટકા ઘટી 10 લાખ ટન રહેવાની સંભાવના છે. જ્યારે મુખ્ય નિકાસ બજાર કેનેડા, ફિલિપાઇન્સ અને ભારત રહેવાની અપેક્ષા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer