સરસવના પાકમાં 15 ટકાની વૃદ્ધિની શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઇ, તા. 23 ફેબ્રુ.  
દેશમાં ચાલુ રવી પાક વર્ષ 2020-21 (જુલાઇ-જૂન)માં સરસવનુ ઉત્પાદન 15 ટકા વધી 84 લાખ ટન રહેવાની સંભાવના છે. અલબત્ત આ અંદાજ કેન્દ્ર સરકારનો લક્ષ્ય 125 લાખ ટન અને વર્ષ 2019-20ના ચોથા અગ્રીમ અંદાજ 91 લાખ ટનથી ઓછો રહેવાની ધારણા છે.  
દેશના મુખ્ય સરસવ એનાલિસ્ટોના મતે ચાલુ વર્ષે સરસવનુ ઉત્પાદન વધારે રહેવાનો અંદાજ છે. જીજી પટેલ એન્ડ નિખિલ રિસર્ચ કંપનીના ગાવિંદ પટેલનું કહેવુ છે કે સરસવના ભાવ ઉંચા હોવાથી ખેડૂતોએ ચાલુ વર્ષે તેનું વાવેતર વધાર્યુ છે. વાવેતરમાં વૃદ્ધિ અને સાનુકુળ હવામાનથી સરસવના ઉભા પાકની સ્થિતિ સારી છે તેમજ યીલ્ડમાં વધારાની સંભાવના છે જેનાથી કુલ મળીને સરસવનુ ઉત્પાદન વધશે. કેન્દ્ર સરકારના મતે ચાલુ રવિ પાક વર્ષ 2020-21મા સરસવનુ વાવેતર 74 લાખ હેક્ટરમા થયુ છે જે પાછલા વર્ષની તુલનામાં સાત ટકા વધારે છે. આ વાવેતરમાં તોરિયા, તારામીરા વગેરે શામેલ કરાયા છે.  
વેજિટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ એસોસિએશનના પ્રમુખ સુધાકર દેસાઇએ કહ્યુ કે, વાવેતરના સમયે સરસવના ભાવ ઉંચા રહેવા તેમજ લઘુતમ ટેકાના ભાવમાં વધારાથી ખેડૂતોએ સરસવને પ્રાથમિકતા આપી છે. વાવેતરના સમયે સરસવના ભાવ ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન 700 રૂપિયા વધી 6100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચી ગયા. જ્યારે કેન્દ્ર સરકારે તેનો લઘુતમ ટેકાનો ભાવ 4650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્ય છે જે પાછલી સીઝનમાં 4425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
સરસવના મુખ્ય ઉત્પાદક વિસ્તાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા ને ઉત્તરપ્રદેશમાં જમીનમાં પુરતો ભેજ હોવાથી તેમજ દક્ષિણપશ્ચિમ ચોમાસુ ચાલુ વર્ષે સારુ રહેવાથી સરસવની માટે સ્થિતિઓ સાનુકુળ રહી. સરસવના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય રાજસ્થાનમાં વર્, 2020-21ની દરમિયાન સરસવનું વાવેતર 12 ટકા વધી 25 લાખ હેક્ટરે પહોંચી ગયુ. સરસવનુ વાવેતર વધવાનું એક કારણ કૃષિ સહકારિતા તેમજ ખેડૂત કલ્યાણ વિભાગ (ડીએસી)નોં સરસવ મિશન કાર્યક્રમ પણ છે. સરકારે સરસવ તેલમાં અન્ય તેલના મિશ્રણ  પર પ્રતિબંધ મૂક્યો છે. ચાલુ વર્ષે સરસવના પાકમાં કોઇ પણ સ્થળે કોઇ કિટક કે બિમારી લાગવાના સમાચાર નથી. વામાં ઉત્પાદન ચોક્કસપણે વધશે.        
કેટલાક વેપારીઓનું કહેવુ છે કે ચાલુ વર્ષે સરસવનું ઉત્પાદન વધી રહ્યુ છે પરંતુ ક્વોલિટી સારી નથી. તેલનું પ્રમાણ પણ ઓછુ કે સરેરાશ છે. ઠંડીની સીઝનમાં પુરતો વરસાદ ન પડવાથી તેમજ વહેલી લણણીથી ક્વોલિટી પ્રભાવિત થઇ છે. ચાલુ વર્ષે ફેર એરવેજ ક્વોલિટીમાં તેલનું પ્રમાણ જરૂરી 35થી બે ટકા ઓછી રહેવાની છે. ખેડૂતો સરસવના ઉંચા ભાવનો લાભ મેળવવા માટે સમયની પહેલા તેની લણણી કરી રહ્યા છે જેનાથી ગુણવત્તા પ્રભાવિત થઇ છે.    
સરસવના બેન્ચમાર્ક બજાર જયપુરમાં સરસવનો ભાવ 6300-6500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યો છે જે ક વર્ષ પહેલાના સમાન સમયમાં  4250-4300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. સરસવની હાલા દિવસોમાં સરેરાશ આવક હાજર બજારોમાં 2.25 લાખ બોરી (પ્રતિ બોરી 100 કિગ્રા) છે જે પાછલા વર્ષે સમાન સમયમાં 1.25 લાખ બોરી હતી. આવી રીતે સરસવની આવકમાં વધારો થયો છે. નોંધનિય છે કે, ભારતમાં ઉત્પન્ન થનાર કૂલ તેલીબિયાંમાં સરસવનુ યોગદાન 30 ટકા રહે છે જ્યારે રવિ તેલીબિયામાં લગભગ 85 ટકા હિસ્સેદારી રહે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer