આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે પ્રથમ કોર્પોરેટ રિસ્ક ઈન્ડેક્સ પ્રોડક્ટ રજૂ કરી સીઈઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ભાર્ગવ દાસગુપ્તાએ કહ્યું કે, કોર્પોરેટ રિસ્ક ઈન્ડેક્સમાં જોખમ ગણતરી ટૂલનો વપરાશ થાય છે જેને મૅનેજમેન્ટ કન્સલાટિંગ કંપની ફ્રોસ્ટ ઍન્ડ સુલીવાને ડેવલપ કરી છે. કંપનીના રોકાણ પોર્ટફોલિયોમાં 15 મુખ્ય ક્ષેત્રોની ટોચની 150 કંપનીઓનો સમાવેશ છે. આ કંપનીઓનું વાર્ષિક જોખમ અહેવાલ મફતમાં જાહેર કરવામાં આવશે. જોકે, માગના હિસાબે કસ્ટમાઈઝ્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
મૅનેજમેન્ટ એકેડમીક અને કોર્પોરેટ કન્સલટન્ટ રામ ચરણે કહ્યું કે, રિસ્ક ઈન્ડેક્સથી વિદેશી રોકાણકારો નિર્ણય લઈ શકશે કે દેશમાં રોકાણ કરવું કે નહીં. સૂચિત ઈન્ડેક્સમાં કંપનીનું જોખમ એક્સપોઝર હશે. તેમ જ 32 જોખમ તત્વોના આધારે તૈયાર કરવામાં આવેલા માળખામાં કંપનીની તૈયારી કેટલી છે તે દર્શાવવામાં આવશે. કંપનીએ પહેલો રિસ્ક ઈન્ડેક્સ રિપોર્ટ લોન્ચ કર્યો છે જેના હિસાબે હૅલ્થકેર, બીએફએસઆઈ, મીડિયા અને ટેલિકોમ અને આઈટીમાં વધુ જોખમ હોવા છતાં તેનું સંચાલન કરી શકે છે, જ્યારે એફએમસીજી, અૉટોમોટિવ, પરિવહન અને લોજિસ્ટિક ક્ષેત્રોમાં જોખમનું વધુ એક્સપોઝર છે કારણ કે આ ક્ષેત્રોમાં ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ મોટી રકમમાં થાય છે. હૅલ્થકેર, આઈટી, મેટર/માઈનિંગમાં ઓછું જોખમ છે.