સિટી બૅન્કનો છબરડો : $ 50 કરોડનું નાહી નાખવું પડશે

રાજેન્દ્ર વોરા
ન્યૂ યૉર્ક, તા. 23 ફેબ્રુ.
સિટી બૅન્કથી જાણ્યેઅજાણ્યે થયેલી ભૂલ તેને 50 કરોડ ડૉલરમાં પડશે. સિટી બૅન્કે તેના ક્લાયન્ટ વતી મોટી રકમ ચૂકવી દીધી છે અને હવે અદાલતી ચુકાદાએ તે પાછી મળવાની આશા પર ઠંડું પાણી રેડી દીધું છે. કોસ્મેટિક્સ બનાવતી કંપની રેવલોનના લોન એજન્ટ તરીકે સિટી બૅન્કે રેવલોનના લેણદારોને 80 લાખ ડૉલર ચૂકવવાના હતા. તેને બદલે ભૂલથી સિટી બૅન્કે એનાથી સો ગણી રકમ મોકલી દીધી. તેમાં એક હેજફંડને પણ તેણે 17.5 કરોડ ડૉલર મોકલી દીધા. કેટલાક લેણદારોએ વધારાની રકમ પાછી આપી દીધી. ઘણાએ ન આપી. તેથી સિટી બૅન્કે ગયા અૉગસ્ટમાં વધારાની રકમ પાછી મેળવવા માટે કોર્ટમાં કેસ કર્યો. હજી તેની 50 કરોડ ડૉલરની રકમ સલવાયેલી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer