રોકાણકારોનો સાવચેતીભર્યો આશાવાદ : ટોચની કોર્પોરેટ કંપનીઓની નફા વૃદ્ધિ જળવાઈ રહેશે

રોકાણકારોનો સાવચેતીભર્યો આશાવાદ : ટોચની કોર્પોરેટ કંપનીઓની નફા વૃદ્ધિ જળવાઈ  રહેશે
શૅરના ભાવ કમાણી કરતાં ઊંચા ચાલી રહ્યા છે   
મુંબઈ, તા.23 ફેબ્રુ.   
મારુતિ સુઝુકી, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, ટીવીએસ, એબીબી, એશિયન પેઈન્ટ્સ, ગેઈલ અને હિરો મોટોકોર્પ જેવી ટોચની કંપનીઓની ડિસેમ્બર '20 ત્રિમાસિક પરિણામો સારા આવ્યા તે પછી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે કે આ કંપનીઓની વૃદ્ધિ જળવાઈ રહેશે.    
મોતિલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ ગૌતમ દુગલે કહ્યું કે, લોકડાઉનના નિયમો હળવા કરવામાં આવ્યા અને તહેવારની સીઝનમાં માગ વધી હતી.  તેથી નાણાકીય વર્ષ 2022માં ફાઈનાન્સિયલ્સ કંપનીઓ , મેટલ્સ, ટેકનૉલૉજી અને અૉટો ક્ષેત્રની કંપનીઓનો નફો વધશે એવી શક્યતા છે.  
અગ્રણી કંપનીઓનો નફો વધ્યા છે ત્યારે તે વૃદ્ધિ જળવાઈ રહેશે કે કેમ તેની ખાતરી રોકાણકારો કરી રહ્યા છે.  તેમનું માનવું છે કે કંપનીઓના વર્તમાન શૅરના ભાવ તેમની આવક કરતા ઊંચા ભાવે ચાલી રહ્યા છે.    
રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજીના હૅડ વિનોદ મોદીએ કહ્યું કે, મૂડી રોકાણમાં  વધારો અને ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાથી  આનુષંગિક ઉદ્યોગોનો વિકાસ થશે અને વધુ રોજગાર નિર્માણ થશે. સરકાર પ્રાઈવેટ રોકાણને પ્રોત્સાહન આપતી હોવાથી તેમ જ કરની જોગવાઈ ઓછી હોવાથી કંપનીઓના નફા વધી રહ્યા  છે.    અૉટો ક્ષેત્રની અગ્રણી કંપની મારુતિ સુઝુકી પાસે 2.15 લાખ વાહનના ઓર્ડર બાકી છે અને નવા વર્ષની શરૂઆતથી જ કંપની પાસે સ્ટોક ઓછો છે. ગ્રામીણ વિસ્તારોમાં માગ વધી છે તેમ જ સીએનજી મોડેલની વધુ માગ છે.   
એકંદર પરિસ્થિતિ સુધરતા માગનો સંયોગો સકારાત્મક હોવાથી હિરો મોટોકોર્પનો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં હિસ્સો વધ્યો છે.    
શહેરી રિટેલ માગ કોવિડ પહેલાના સ્તરે પહોંચતા ટીવીએસ મોટર્સના સ્કૂટર્સની માગ વધી છે. રવિ પાકની વાવણી અત્યારસુધીમાં સૌથી વધુ થઈ હોવાથી ગ્રામીણ માગ પણ સુધરી છે.    
આઈશર મોટર્સની રોયલ એનફિલ્ડની મીટીઓરના ટેકે એકંદર બાકિંગ ગયા વર્ષની સરખામણીએ વધી છે. તામિલ નાડુ અને મહારાષ્ટ્રમાં સુધારો  જોવા મળી રહ્યો છે.   
એબીબીના ડેટા સેન્ટર્સ, રિન્યુએબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સની વૃદ્ધિ વર્ષ 2021માં જોવા મળશે. તેમ જ ખાદ્ય પદાર્થો અને  ઠંડાપીણા અને ફાર્માસ્યુટિકલ્સની માગ વધશે.    
ગ્રામીણ માગ વધતા એશિયન પેઈન્ટ્સની વૃદ્ધિ થશે, શહેરી માગ વધી રહી છે અને આગળ જતા તે જળવાઈ રહેશે.   
ડાબરની વિવિધ કેટેગરીમાં સ્થિર વૃદ્ધિ થઈ રહી છે. જોકે, આગામી અમૂક વર્ષોમાં વેચાણમાં સૌથી વધુ ફાળો હૅલ્થકેરનો રહેશે.    
કોટક મહિન્દ્ર બૅન્કની લોન વૃદ્ધિ થઈ રહી છે. બૅન્ક સિક્યોર્ડ ધિરાણ ઉપર ધ્યાન આપી રહી છે. મેનેજમેન્ટનું માનવું છે કે નફાશક્તિ સ્થિર રહેશે અને ફંડ્સના ખર્ચમાં ઘટાડો થયો હોવાથી નફો વધશે.   
સન ફાર્માસ્યુટિકલ્સના સ્પેશ્યાલિટી પ્રોડકટ્સ બિઝનેસની વાર્ષિક ધોરણે વૃદ્ધિ નોંધપાત્ર થઈ છે. જિંદાલ સ્ટેનલેસના મેનેજમેન્ટનું માનવું છે કે સ્ટીલની માગ નાણાકીય વર્ષ 2022માં વાર્ષિક ધોરણે 10થી 12 ટકા વધશે.    
ગેઈલના વિવિધ ફર્ટિલાઈઝર પ્લાન્ટની ક્ષમતા વધારતા તેમ જ નવા પ્લાન્ટ શરૂ કરતા કંપનીનું ભાવિ ઉજ્જવળ છે. આદિત્ય બિરલા ફેશન્સ પણ બજાર હિસ્સો વધારવાની યોજના કરી રહી છે. નાણાકીય વર્ષ 2021માં કંપની નાના શહેરોમાં 100થી પણ વધુ સ્ટોર્સ ખોલશે. નાણાકીય વર્ષ 2021માં કંપની 20થી 25 પેન્ટાલૂન્સના સ્ટોર્સ ખોલશે.          

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer