પાંચ રાજ્યોમાં 27 માર્ચથી ચૂંટણી, મતગણના બીજી મેએ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 26 ફેબ્રુ. તામિલનાડુ, કેરળ, પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી વિવિધ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. મતગણના બીજી મેના રોજ હાથ ધરાશે એમ ચૂંટણી પંચે આજે જાહેર કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 29 એપ્રિલ દરમિયાન આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે આસામમાં 27 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં 6 એપ્રિલે મતદાન થશે.