ગુજરાતમાં નવા આત્મનિર્ભર પ્રૉજેક્ટને મળશે વેગ

વિદ્યાર્થીઓ અને સાહસિકોને મદદ કરવાનો સરકારી આશય
અનિલ પાઠક 
અમદાવાદ, તા. 6 એપ્રિલ 
દેશને આત્મનિર્ભર બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો રાજ્ય સરકારની એક વધુ સબસિડી કંપનીએ રિસ્પોન્સ આપ્યો છે અને ગુજરાત વેન્ચર ફાઈનાન્સ લિમિટેડે યસ બૅન્ક સાથે એમઓયુ કરીને આગામી દિવસોમાં ફિનટેક કંપની થી ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા સ્ટાર્ટઅપ વિદ્યાર્થીઓને અને સાહસિકોને મદદ કરવાનું બીડું ઝડપ્યું છે. 
જીવીએફએલ એક સમયે વેન્ચર નવા સાહસિક ઉદ્યોગપતિઓને જીઆઇઆઇસી સાથે શરૂ કરવામાં આવી હતી. અને આ બંને કંપનીઓના સંયુકત પ્રયાસોને બજારમાંથી સારો પ્રતિસાદ સાપડયો હતો.જીવીએફએલમાં નવા નિયુકત થયેલા મૅનેજિંગ ડાયરેકટર દુ:ખભંજન રથ આ નિશામાં જરૂરી રસ લઇને આ એમઓયુ માટે યસ બૅન્કને તૈયાર કરી છે અને આગામી દિવસોમાં આ બંને કંપનીઓ ફિનટેક આધારિત નવા ઇનોવેશન પ્રોજેકટને ભારત સરકારની ર્સ્ટાટઅપ  યોજના અન્વયે આર્થિક મદદ પહોંચાડી આત્મર્નિભર પ્રોજેકટસને આગળ ધપાવશે. 
હાલમાં ગુજરાતમાં ગુજરાત ટેકનૉલૉજીકલ યુનિવર્સિટીમાં ર્સ્ટાટઅપ પ્રોજેકટસ ડેવલપ કરી રહેલા વિદ્યાર્થીઓને ઉદ્યોગ-સાહસિકોને તેઓની નાણાં નાણાંકીય જરૂરીયાતનો અભ્યાસ કરી પ્રોજેકટસ  આગળ ધપાવવા મદદ કરે છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં જીટીયુએ અમદાવાદમાં સ્થાપાયેલી તેની ગુજરાત ઇનોવેટીવ કાઉન્સિલ અન્વયે 1 કરોડ સુધીની નાણાકીય મદદ મંજુર કરી છે અને તેમાં ઉદ્યોગ કરી ઘણા સ્મોલ સ્કેલ યુનિટસને મદદ કરી છે. 
તાજેતરમાં જીટીયુની પ્રથમ મહિલા એન્ટરપ્રિન્યોર જીયા રાજવંશીએ લસણમાંથી પેસ્ટ અને અન્ય પ્રોડકટસ બનાવી છે અને આ બધી પ્રોડકટસનો હોટલ ઉદ્યોગ અને ઘર વપરાશ માટે બહોળો ઉપયોગ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાની મૂળ વતની જીયાએ યુવા-સાહસિકોને એક નવુ દૃષ્ટાંત પૂરું  પાડયું છે કે એક મહિલા સાહસિક શું કરી શકે છે. તેની સાથે ફ્રૂડ અને કેટરિંગ કૉલેજોના વિદ્યાર્થીઓ પણ મદદ કરી રહ્યા છે અને  સાથે સાથે આવા અન્ય પ્રોડકટસ કેવી રીતે ડેવલપ કરી શકાય.  હવે જીટીયુ બાદ ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં ર્સ્ટાટઅપની યોજના અમલીકરણમાં મુકાયેલી છે. તેઓ નવો ઇનીશિયેટિવ લઇ નવા પ્રોજેકટસ ડેવલપ કરવાનું આયોજન કરી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer