ગુલાબની પાંદડી સૂકવીને ખેડૂતે કરી કમાણી

અમારા પ્રતિનિધિ તરફથી                    વડોદરા, તા. 9 એપ્રિલ
કોરોના કાળના લૉકડાઉન સમય દરિમયાન ગુલાબના ભાવ તળિયે જતા રહેતા ગુજરાતમાં પહેલીવાર ગુલાબની પાંખડીઓ સુકવીને ખેડૂતે સાવલી તાલુકાના કુંજરાવ ગામમાં વેચી આવક મેળવી હતી. ખેડૂત મુકેશ માછીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 30 વરસથી કરજણ તાલુકાના સાયર ગામમાં ગુલાબની ખેતી કરવામાં આવે છે.  કાશ્મીરી ગુલાબની પાંખડીઓ દેશી ગુલાબની તુલનાએ મોટી અને વધુ સારી હોય છે તેથી ગુલકંદ બનાવવા માટેની ગુણવત્તા સારી રહે છે. કાશ્મીરી ગુલાબ દેશી ગુલાબની સરખામણીએ વધુ ટકાઉ છે આ ગુલાબની વીણી દિવસે કરી શકાય છે. જયારે દેશી ગુલાબમાં વીણી રાત્રે કરવી પડે છે. આમ આ ગુલાબે રાત્રે જાગરણની અસુવિધાનું નિવારણ કર્યું છે. આ વિસ્તારના ખેડૂતો કાશ્મીરી ગુલાબનું વેચાણ વડોદરા, સુરત, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં કરે છે. મોટા વેપારીઓ આ ગુલાબ પાર્સલથી મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં મોકલી રહ્યા છે. 
વડોદરા ખાતેના બાગાયત અધિકારી યોગેશભાઈ જણાવે છે કે 2020-21મા વડોદરા કચેરી દ્વારા અંદાજે 200 જેટલા ખેડૂતોને 30 હેકટર જમીનમાં ગુલાબની ખેતી માટે વાવેતર સહાય આપવામાં આવી હતી. કરજણ તાલુકાના સાયર ગામના મુકેશ માછી અને રોશન માછીનો પરિવાર પેઢી દર પેઢીથી ગુલાબની ખેતી કરે છે. 
સાયર ગામની 10 હેકટર જમીનમાંથી 90 ટકા જમીનમાં કાશ્મીરી અને દેશી ગુલાબની ખેતી કરવામાં આવે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer