ઉનાળુ તલના ભાવ મજબૂત રહેવાની સંભાવના

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 4 મે
ગુજરાતમાં ચાલુ વર્ષે ઉનાળુ વાવેતર હેઠળ તલનું વાવેતર 97799 હેક્ટરમાં થયું જ્યારે પાછલા વર્ષે તેનું વાવેતર 58193 હેક્ટરમાં થયું હતું. તલના વાવેતરમાં આમ જંગી વધારો થયો છે. આ વાવેતરને જોતા રાજ્યમાં ઉનાળુ તલનો પાક દોઢથી પોણા બે લાખ ટન સુધી થઇ શકે છે. જેનાથી તલના ભાવો પર હંગામી દબાણ હેઠળ જોવા મળી શકે છે પરંતુ તે અન્ય તેલીબિયાંની મજબૂતી અને અન્ય પરિબળોના સહારે જલ્દીથી બહાર નીકળી જશે.   
રાધે એગ્રી ટ્રેડ, રાજકોટના અરાવિંદ ધોડાદરાનું કહેવુ છે કે ગુજરાતમાં ચાલુ વર્ષે તલનું ઉનાળુ વાવેતર વધ્યું છે. તેમ જ ઉત્પાદન અને યીલ્ડ પણ સારી રહેવાની અપેક્ષા છે. તેનાથી એક વાર બની શકે છે તલના ભાવ 5 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી નીચે જતા રહે પરંતુ જે પરિબળો છે તેને જોતા આ ઘટાડો સ્થિર હશે નહીં.   
તેઓ કહે છે કે શરૂઆતમાં ઉનાળુ તલના એડવાન્સ સોદા 90-95 રૂપિયા પ્રતિ કિગ્રા પર થયા હતા પરંતુ હવે આ સોદા 97 રૂપિયા પ્રતિ કિગ્રા પર થઇ રહ્યા છે. જ્યારે પાછલા વર્ષે તે નીચામાં  84-87 રૂપિયા અને ઉપરમાં 94-95 રૂપિયા પ્રતિ કિગ્રા વેચાયા હતા. આવી રીતે અમે જોઇએ તો હાલના ભાવ પાછલા વર્ષના લેવલથી ઊંચા છે. સોર્ટેક્સ તલ 90-100 રૂપિયા કિગ્રા વેચાવાની અપેક્ષા છે.     
ધોડદરાનું કહેવુ છે કે તેલ તેલીબિયાની વાત કરીયે તો તમામની તુલનામાં તલ ઘણુ સસ્તુ છે તેમજ તેના ભાવમાં આ ઉછાળો જોવા નથી મળ્યો જે અન્ય તેલીબિયામાં આવ્યો છે. પરંતુ હવે વૃદ્ધિના ઘણા કારણો દેખાઇ રહ્યા છે. આ કારણોમાં સૌથી મુખ્ય કારણ ઉનાળુ તલમાં ચીન અને યુરોપની માંગ આવવી છે. ચીન ભારતમાંથી ઉનાળુ તલની હંમેશા જંગી ખરીદી કરે છે. સાથે જ યુરોપની અગાઉ તલની ખરીદી અટકી ગઇ હતી જે ફરીથી ચાલુ થઇ ગઇ છે. એવામાં અમે યુરોપિયન દેશોને નવા ઉનાળુ તલની જ સપ્લાય કરી શકીશુ કારણ કે અમારી પાસે તલનો જૂનો સ્ટોક નહિવત છે. દક્ષિણ કોરિયાથી જૂનમાં તલના ટેન્ડર આવવાની સંભાવના છે તેમજ ઘરેલુ બજરની વાત કરીયે તો પિલાણમાં તલની માગ વધી રહી છે. તેમણે કહ્યુ કે તલમાં આ તમામ પરિબળો તેજીના છે. નવા ઉનાળુ પાકની આવક મંડીઓમાં વધતા જો કોઇ દબાણ આવે તો તે ખરીદીની તક હશે.       
નોંધનીય છે કે, ભારત સરકારે ખરીફ પાક વર્ષ 2020-21ના બીજા અગ્રિમ ઉત્પાદ અનુમાનમાં દેમાં તલનું કુલ ઉત્પાદન 8.12 લાખ ટન થવાનો અનુમાન મૂક્યો છે. આ ઉત્પાદન ખરીફ પાક વર્ષ 2019-20માં 6.58 લાખ ટન હતુ દેશમાં ખરીફ પાક વર્ષ  2018-19માં 6.89 લાખ ટન તલનું ઉત્પાદન થયું.   
નોંધનીય છે કે, ઇન્ડિયન ઓઇલસીડ્સ ઍન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (આઇઓપીઇપીસી) એ દેશમાં ખરીફ પાક વર્ષ 2020-21મા તલનું કુલ ઉત્પાદન 439075 ટન થવાનો અનુમાન જારી કર્યો હતો જે ખરીફ પાક વર્ષ 2019-20 માં 396857 ટન હતો. આવી રીત કુલ ઉત્પાદનમાં 10.63 ટકાનો વધારો થવાનો અંદાજ છે. દેશમાં તલનું ઉત્પાદન વર્ષ 2018-19માં 177936 ટન હતું. ખરીફ સિઝન 2020-21માં તલનુ કુલ વાવેતર 1401200 હેક્ટરમાં થયું જે પાછલા વર્ષે 1371700 હેક્ટરમાં હતું તેમ જ વર્ષ 2018માં તે 1324256 હેક્ટરમાં હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer