ચીન અને બાંગ્લાદેશની કપાસની આયાત વધવાની સંભાવના

અમેરિકાએ કપાસનો સરેરાશ ભાવ ઘટાડ્યો 
અમારા પ્રતિનિધિ તરફથી 
વાશિંગ્ટન, તા. 4 મે 
અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ)એ તાજેતરમાં જણાવ્યું છે કે, દુનિયાભરમાં કપાસનો સ્ટોક અને ઉત્પાદન થોડુંક ઓછું રહેવાનો અનુમાન જારી રાખવામાં આવે છે. જ્યારે તેના વપરાશમા નજીવો વધારો થશે, પરંતુ વેપાર આઠ વર્ષની ઊંચાઇએ રહેશે. બાંગ્લાદેશ અને મેક્સિકોમાં કપાસનો વપરાશ વધશે જે ઇન્ડોનેશિયામાં ઘટનાર વપરાશની ભરપાઇ કરી દેશે. ચીન તેમજ બાંગ્લાદેશની એક બાજુ કોટનની આયાત વધશે બીજી બાજુ બ્રાઝિલ, અમેરિકા અને ઇજિપ્તની નિકાસ વધશે. યુએસડીએએ વર્ષ 2020-21ની માટે કોટનનો સરેરાશ ભાવ એક સેન્ટ ઘટાડી 68 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડ કર્યો છે. 
યુએસડીએ એ ભારતનો વર્ષ 2020-21 કોટન પાક વર્ષમાં અંતિમ સ્ટોક 37.85 લાખ ટન આંક્યો છે. આ સ્ટોક વર્ષ 2019-20મા 38.29 લાખ ટન, વર્ષ 2018-19મા 19.60 લાખ ટન હતો. ભારતમાંથી વર્ષ 2020-21મા કોટનની નિકાસ 12.41 લાખ ટન રહેવાની સંભાવના છે. વર્ષ 2019-20 માં તે 6.97 લાખ ટન અને વર્ષ 2018-19મા 7.67 લાખ ટન હતુ. 
યુએસડીએએ માર્કાટિંગ વર્ષ 2020-21 (ઓગસ્ટ-જુલાઇ)ની એપ્રિલ મહિનાના રિપોર્ટમાં 2.46 કરોડ ટન કોટનનું વૈશ્વિક ઉત્પાદન અનુમાન મૂક્યું છે જે વર્ષ 2019-20માં 2.65 કરોડ ટન અને વર્ષ 2018-19મા 2.58 કરોડ ટન રહ્યો. ગાંસડી માં વાત કરીએ તો તેનો ઉત્પાદન અનુમાન વર્ષ 2020-21ની માટે 11.30 કરોડ ગાંસડી મૂક્યું છે જે પાછલા મહિને 11.33 કરોડ ગાંસડી હતો. જ્યારે વર્ષ 2019-20 માટે 12.21 કરોડ ગાંસડી, વર્ષ 2018-19મા 11.85 કરોડ ગાંસડી હતું. 
યુએસડીએએ વર્ષ 2020-21 માં ભારતમાં કોટન ઉત્પાદનનું અનુમાન 63.14 લાખ ટન છે. ભારતમાં વર્ષ 2019-20માં 64.23 લાખ ટન, વર્ષ 2018-19 માં 56.17 લાખ ટન કોટનનુ ઉત્પાદન થયુ. ભારત માં વર્ષ 2020-21 માં કોટનની ઘરેલુ વપરાશ 52.91 લાખ ટન રહેવાની સંભાવના મૂકી છે આ વપરાશ વર્ષ 2019-20 માં 43.55 લાખ ટન, વર્ષ 2018-19 માં 52.91 લાખ ટન હતી. 
પાકિસ્તાનમાં વર્ષ 2020-21 માં કોટનનુ ઉત્પાદન 9.80 લાખ ટન રહેવાનું અનુમાન છે. પાકિસ્તાનની વર્ષ 2020-21 માં રિકોર્ડ 53 લાખ ગાંસડી એટલે 11.54 લાખ ટન કોટન આયાત કરે તેવી સંભાવના છે જે તેના ઘરેલુ ઉત્પાદનથી વધારે હશે. ઘરેલુ સપ્લાય નબળી રહેવાથી આ સતત બીજુ વર્ષ છે જ્યારે પાકિસ્તાનને કોટનની જંગી આયાત કરવી પડી રહી છે. પાકિસ્તાનમાં કોટન આયાતનો અંદાજ પાછલા મહિને 11.32 લાખ ટન હતો. 
ચીનનો અંતિમ સ્ટોક વર્ષ 2020-21 માં 82.41 લાખ ટન રહેવાનુ અનુમાન છે. આ અનુમાન પાછલા પાછલા મહિને 81.16 લાખ ટન આંકવામાં આવ્યો હતો. આ સ્ટોક વર્ષ 2019-20 માં 80.34 લાખ ટન અને વર્ષ 2018-19 માં 77.66 લાખ ટન હતો. પાકિસ્તાન માં વર્ષ 2020-21 માં કોટનનો અંતિમ સ્ટોક પાછલા મહિનાના અનુમાન 5.91 લાખ ટનના બદલે 6.13 લાખ ટન રહી શકે છે. જે વર્ષ 2019-20 માં 7.38 લાખ ટન હતો.  
દુનિયાભર માં વર્ષ 2020-21 માં 321.1 લાખ હેક્ટરમાં કપાસની ખેતી થવાનો અનુમાન છે જ્યારે 2019-20 માં 350.3 લાખ હેક્ટરમાં કપાસની ખેતી થઇ. વર્ષ 2018-19 માં સમગ્ર દુનિયામાં કપાસની ખેતી 333.5 લાખ હેક્ટરમાં થઇ હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer