બાંગ્લાદેશ સરહદ 14 દિવસ માટે બંધ રહેતા કપાસની નિકાસ થશે પ્રભાવિત

મુંબઈ, તા. 4 મે
બાંગ્લાદેશ સરકારે ભારત- બાંગ્લાદેશ સરહદને 14 દિવસ બાદ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારતમાં કોવિડ-19 મહામારીની બીજી લહેરને પગલે બાંગ્લાદેશ સરકારે આ નિર્ણય લીધો છે જે આજે સોમવારથી લાગુ થશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આ નિર્ણય રવિવારે લીધો તેમ જ ગૃહ મંત્રાલયે ભારત આવવા જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણયથી તમામ પ્રકારની અવરજવર બંધ થઇ જશે. માત્ર ઇમરજન્સીમાં બાંગ્લાદેશ એવા વ્યક્તિઓને જ પોતાને ત્યાં પ્રવેશ આપશે જે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ લઇને આવશે.     
બાંગ્લાદેશ ભારત સરહત બંધ થવાથી ભારતમાંથી બાંગ્લાદેશને કોટન તેમ જ કોટન યાર્નની નિકાસ ગંભીર રીતે પ્રભાવિત થઇ શકે છે. દેશમાં બાંગ્લાદેશને દર વર્ષે લગભગ 25 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા)ની નિકાસ થાય છે. નિકાસકારોનું કહેવુ છે કે બાંગ્લાદેશ- ભારત સરહદ બંધ થવાથી કોટન તેમ જ કોટન યાર્નની નિકાસ પ્રભાવિત થશે. તે ઉપરાંત જે દેશોમાં ભારતમાંથી કોટન જાય છે તેમાંથી ઘણા દેશોમાં કોરોનાના કારણે લોકડાઉન થઈ રહ્યંy છે અથવા વેપારી ગતિવિધિઓ પ્રભાવિત થઇ રહી છે જેનાથી નિકાસમાં અડચણ આવશે.       
કેટલાક દેશોમાં કન્ટેનર્સને બંદરો પર 14 દિવસ માટે રાખવામાં આવ્યા છે જેથી ત્યારબાદ તેને ખાલી કરી શકાય, એવામાં કન્ટેઇનર્સની અછત સર્જાશે તેમ જ નિકાસ પ્રભાવિત થશે.   
કોટન ઍસોસિએશન અૉફ ઇન્ડિયાના મતે દેશમાં કોટનની નિકાસ 60 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. આ નિકાસ વિતેલ સિઝનમાં 50 લાખ ગાંસડી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer