આઇટી હાર્ડવૅર પીએલઆઇ હેઠળ 31 કંપનીઓએ અરજી કરી

રૂ. 7,350 કરોડના હાર્ડવેરનું ઉત્પાદન થશે 
નવી દિલ્હી, તા. 4 મે 
પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ્ઝ (પીએલઆઇ) નીચે રજીસ્ટ્રેશન મેળવવા માટે 19 કંપનીઓએ તાજેતરમાં અરજી કરી છે. તેમાં ડેલ, વિન્સ્ટરોન, ફોક્સકોન, અને લાવા જેવી મોટી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. રૂ. 7,350 કરોડના આઇટી હાર્ડવેર માટે આ અરજીઓ થઇ છે એમ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટીએ મંગળવારે કહ્યું હતું. આ સ્કીમ 3 માર્ચ 2021ના રોજ જાહેર કરવામાં આવી હતી. 
અન્ય 14 કંપનીઓએ ડોમેસ્ટિક કંપનીઓની કેટેગરીમાં અરજી કરી છે. તેમાં ડિક્સન, ઈન્ફોપાવર, ભગવતી, ઓરબિક, વીવીડીએન,સ્માઈલ, વગેરેનો સમાવેશ થાય છે. આ સ્કીમ 30 એપ્રિલે બંધ થઇ હતી. તેની અંતર્ગત પ્રોત્સાહનો પહેલી એપ્રિલથી લાગુ થશે. આ સ્કીમને મળેલા પ્રતિસાદના સંદર્ભમાં ટેલિકોમ, આઇટી, લો અને જાસ્ટિસ પ્રધાન રવિશંકર પ્રસાદે આઇટી હાર્ડવેરની પીએલઆઇ સ્કીમને ભવ્ય સફળતા ગણાવી હતી.  
અમે આશાવાદી છીએ અને સ્થાનિક તેમ જ વિશ્વિક વેલ્યુ ચેઇન સાથે મજબૂત ઈકોસીસ્ટમ ઉભી કરવા તત્પર છીએ એમ પ્રસાદે જણાવ્યું હતું. તેને લઈને દેશમાં ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદનમાં મજબૂતી આવશે એમ તેમણે ઉમેર્યું હતું. 
પીએલઆઇ સ્કીમમાં લેપટોપ, પીસી, સર્વર વગેરેને આવરી લેવાયા છે. 2019-20ને પાયાનું વર્ષ ગણીને કંપનીઓએ એકથી ચાર ટકા પ્રોત્સાહન તરીકે અપાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer