સાઉદી અરેબિયા જૂનમાં ક્રૂડ અૉઇલના ભાવ ઘટાડશે

એજન્સીસ     
નવી દિલ્હી, તા. 4 મે
પાંચ એશિયન રિફાઇનરોના ત્રોત માને છે કે જૂન ઓએસપી હવે આરબ લાઇટ ક્રૂડના બેરલ દીઠ ભાવ 28 સેન્ટ સરેરાશ ઘટાડશે. આમ ગત વર્ષના ડિસેમ્બરથી ઉત્પાદકોનો આ પ્રથમ ભાવ ઘટાડો હશે.
ટોચના ક્રૂડ અૉઇલના નિકાસદર સાઉદી અરેબિયા જૂનમાં એશિયા માટે તેના સત્તાવાર વેચાણભાડુ ઘટાડશે. તેવી ધારણા છે મીડલઇસ્ટ બેન્ચમાર્ક દુબઈની નબળાઇ અને કોવિડ મહામારીની નવી લહેર વચ્ચે માગની અનિશ્ચિતતાના કારણે આ ભાવ ઘટાડો થવાની શક્યતા છે.
ભારતમાં કોવિડ-19ની બીજી લહેર ઘાતક નિવડતાં સ્થાનિક બળતણની માગ ઘટી છે. આથી બજારની મનોવૃત્તિ ડહોળાઈ ગઈ છે. આના પરિણામે રિફાઇનરોને તેના રન રેટ ઘટાડવા પડશે અને સ્પોટ માર્કેટમાં ક્રૂડની ખરીદી ધીમી પાડી દેવી પડશે, એમ મનાય છે. જોકે, મેના પ્રથમ સપ્તાહના વેચાણના આંકડા કેવા આવે છે તેના આધારે ક્રૂડના ભાવ નક્કી થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer