વૈશ્વિક અર્થવ્યવસ્થા સુધરતાં તાંબુ દસ વર્ષની ટોચે

વૈશ્વિક અર્થવ્યવસ્થા સુધરતાં તાંબુ દસ વર્ષની ટોચે
મુંબઈ, તા. 4 મે
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો ચાલુ રહેવાથી ઔદ્યોગિક ધાતુઓમાં આવેલી તેજીના પગલે તાંબાના ભાવ વધીને દસ વર્ષની ટોચ પર પહોંચી ગયા છે.
લંડનમાં તાંબાનો ભાવ છેલ્લા ચાર મહિનામાં 26 ટકા વધીને 9780 ડૉલર પ્રતિ ટન બોલાયો છે જે અૉગસ્ટ 2011 પછીનો સૌથી ઊંચો ભાવ છે.
આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો નિર્દેશાંક ગણાતા તાંબાની તેજી હજી પૂરી થઈ નથી. ઇલેક્ટ્રીક વાયરોથી લઇને મોટર સુધીની ચીજોમાં વપરાતા તાંબાનો વપરાશ હજી વધવાની ધારણા છે કેમ કે વિવિધ દેશો કાર્બન ઉત્ષર્જન ઘટાડવાના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો જાહેર કરી રહ્યા છે. ગોલ્ડમેન સાશ તેમ જ ટ્રફાલ્ગર ગ્રુપના મતે આ વર્ષે તાંબુ 2011ની 10190 ડૉલરની સર્વોચ્ચ સપાટીને વટાવી જશે અને દાયકાના અંત સુધીમાં 15000 ડૉલરનું શિખર સર કરશે કેમ કે તેના પવરાશ કરતાં તેનું ઉત્પાદન ઓછું રહેશે.
આ સંજોગોમાં તાંબાના ભાવ વધતા અટકે અને પ્રત્યાઘાતી ઘટાડો એવા મળે એવી આશા ભાગ્યેજ રાખી શકાય એમ યોન્ગાંગ રિસોર્સિસ કું.ના હેરી સ્યાંગે જણાવ્યું હતં. ચીન સિવાયની બજારો ટાઇટ હોવાથી પુરવઠો તંત્ર બનશે, જે ચીનની માગની નબળાઇને સરભર કરી દેશે એમ તેમણે કહ્યું હતું.
રોકાણકારો તાંબુ અને અન્ય ધાતુઓમાં રસ દર્શાવી રહ્યા છે.
શાંઘાઈ એક્ષ્ચેન્જમાં તાંબાનાં ઉભાં ઓળિયાં એક વર્ષની ટોચ પર છે અને એલ્યુમિનિયમમાં પણ લેણ વધતુ જાય છે. ન્યૂયૉર્ક કોમોડિટી એક્ષ્ચેન્જ પર હેજ ફંડ મેનેજરો એપ્રિલમાં તાંબામાં લેવાલ હતા.
આમ છતાં ટૂંકાગાળામાં ઔદ્યોગિક ધાતુઓની તેજીને જોખમ હોવાનું કેટલાક જાણકારો કહે છે. ભારતમાં કોરોનાના કેસોમાં થઈ રહેલો ઝડપી વધારો નિયંત્રણમુક્તિને ઢીલમાં નાખી શકે તેમ છે. કેટલાક રોકાણકારોને ચિંતા છે કે ચીન કદાચ તેનું પ્રોત્સાહન પૅકેજ ઘટાડશે. ઔદ્યોગિક વપરાશકારોને ધાતુઓના ભાવ વધુ પડતા ઉંચા લાગે એવું બની શકે એમ લંડન સ્થિત બીઓસીઆઈ ગ્લોબલ કોમોડિટીઝના વડા વ્યૂહકાર શ્યાઓ ફૂએ જણાવ્યું હતું.
`હું 15000 ડૉલરવાળાઓની છાવણીમાં નથી. ભાવ એટલા વધે તે પહેલાં કેટલાંક સ્વયંભૂ સંતુલન કરી કારણો સામે આવશે અમે માગમાં પણ ઘટાડો થશે, `એમ શ્યાઓએ કહ્યું હતું.
ચીનના સત્તાવાળાઓ બજારમાં દરમિયાનગીરી કરે અને કાચા માલના ભાવને સ્થિર કરવા પગલાં લે એવી સંભાવના પણ કેટલાક રોકાણકારો દર્શાવે છે. ઇનટર મોંગોલિયાએ નવા એલ્યુમિનિયમ પ્લાન્ટને મંજૂરી આપવાનું બંધ કર્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer