કપાસિયાં ખોળના ભાવ જૂન પછી વધવાની ધારણા

કપાસિયાં ખોળના ભાવ જૂન પછી વધવાની ધારણા
અમારા પ્રતિનિધિ તરફથી 
નંદૂરબાર, તા. 4 મે 
કપાસિયાં અને કપાસિયાં ખોળના ભાવ જૂન સુધી રેન્જ બાઉન્ડ રહેશે જ્યારે જૂન બાદ તેના ભાવ વધી શકે છે. ગરમી વધતા અને કોરોનાના કેસ વધવાથી આ બંને કોમોડિટીની માંદમાં ઘટાડો દેખાઇ રહ્યો છે. એવુ કહેવુ છે ઓલ ઇન્ડિયા કોટન સીડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સચિવ પિકેશ અગ્રવાલનું કહેવુ છે કે કોટન સીડ અને કોટન સીડ ઓઇલ કેક બજારનો ટ્રેન્ડ સ્પષ્ટ નથી. વેપારીઓની ધારણા તેમાં તેજીની છે પરંતુ હાજર બજારોમાં ઉંચા ભાવે માંગ સતત ઘટી રહી છે. કપાસિયાંના ભાવ મહારાષ્ટ્રમાં 3800-4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યા છે જ્યારે ખરીદદારોનું માનવુ હતુ કે આ ભાવ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચી ગયા પરંતુ ગરમી વધવાની સાથે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે જેનાથી કોટન સીડની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટન સીડના ભાવમાં હાલ તેજી પર બ્રેક લાગતી દેખાઇ રહી છે. 
તેમણે જણાવ્યુ કે કપાસિયાં ખોળના ભાવ 3200- 3600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે. કોમોડિટી એક્સચેન્જ એનસીડીઇએક્સના વેરહાઉસમાં મોટા જથ્થામાં કોટન સીડ ઓઇલ કેકનો સ્ટોક જમા થઇ ગયો છે જેના કારણે માંગ નબળી છે. કપાસિયાં ખોળના બજારમાં ખરીદી આક્રમક નથી કારણ કે ઓઇલ મિલર્સની સ્થિતિ હેન્ડ ટુ માઉથ છે તેમજ કેકમાં ઓવર સ્ટોક થઇ ગયો છે. કપાસિયાં તેલની તેજીનો સપોર્ટ અત્યાર સુધી કપાસિયાં અને ખોળ બંનેને મળી રહ્યો હતો જે અટકી ગયો છે. કુલ મળીને કપાસિયાં અને કપાસિયાં ખોળના ભાવ જૂન સુધી રેન્જ બાઉન્ડ રહેશે તેમજ જૂન બાદ આ બંનેમાં તેજીનો નવો તબક્કો શરૂ થશે. જૂન બાદ ચોમાસાના આગમનથી કપાસિયાં ખોળમાં નવી માંગ શરૂ થશે તેમજ શોર્ટેજનું પરિણામ જોવા મળશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer