ફાઈવ-જી મોબાઈલ ટેક્નૉલૉજી માટે ભારતી એરટેલ, રિલાયન્સ અને વોડાફોનને ટ્રાયલ માટે મંજૂરી

ફાઈવ-જી મોબાઈલ ટેક્નૉલૉજી માટે ભારતી એરટેલ, રિલાયન્સ અને વોડાફોનને ટ્રાયલ માટે મંજૂરી
ચીનની કંપનીઓએ યાદીમાંથી બહાર રખાઈ
એજન્સીસ
નવી દિલ્હી, તા. 4 મે
કેન્દ્ર સરકારે ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ અને વોડાફોનને 5જી ટ્રાયલ છ મહિના માટે શરૂ કરવાની અનુમતિ આપી છે. એ માટે તેઓ ચીન સિવાયના દેશોની કંપનીઓનો સહયોગ લઇ શકાશે એમ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમમ્યુનિકેશને મંગળવારે કહ્યું હતું. 
આ ટીએસપીએ ઓરીજીનલ એકવીપમેન્ટ ઉત્પાદકો અને ટેક્નોલોજી પ્રોવાઇડર્સ સાથે કરાર કર્યા છે જેમાં એરિક્સન, નોકિયા, સેમસંગ અને સી- ડોટનો સમાવેશ થાય છે. રિલાયન્સ જીઓ પોતાની ટેક્નોલોજીનો વપરાશ કરશે એમ જાહેરાતમાં કહેવાયું હતું. હુવૈ અને ઝેડટીઈ એ બે ચીની કંપનીઓ આ યાદીમાં નથી. 
5જી ટેક્નોલોજીની ટ્રાયલ માટે જે બેન્ડવિડ્થ આપવામાં આવશે તેમાં મીડ-બેન્ડ, મીલીમીટર વેવ બેન્ડ અને 700 જીએચઝેડ હશે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ તેમના પોતાના સ્પેક્ટ્રમનો વપરાશ કરી શકશે એમ સરકારી નિવેદને કહ્યું હતું. 
ટેલિકોમ કંપનીઓને સ્થાનિક 5જીઆઈ ટેક્નોલોજીના વપરાશ માટે ઉત્સાહિત કરવામાં આવી છે. 5જીની જાણીતી ટેક્નોલોજી પણ તેઓ ઉપયૉગમાં લઇ શકશે. 
જો કે સરકારે આ સાથે કેટલીક શરતો મૂકી છે. કંપનીઓએ ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં ટેસ્ટિગ કરવું પડશે. નેટવર્કની સલામતી પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. ટ્રાયલ માટે અપાયેલા એરવેવ્ઝને કમર્શિયલ હેતુ માટે વાપરી શકાશે નહિ. જો આ શરતનો ભંગ થાય તો તેના ગંભીર પરિણામ આવી શકે એવી ચેતવણી આપવામાં આવી છે. ટ્રાયલમાં જે ડેટા ઉત્પન્ન થાય તેને ભારતમાં જ સ્ટોર કરવા પડશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer