પામતેલ 13 વર્ષની ટોચે

સિંગાપોર, તા. 7 મે
મલયેશિયામાં પામતેલનો ભાવ 2008 પછીની ટોચ પર પહોંચ્યો છે. પુરવઠાની ખેંચથી આંતરરાષ્ટ્રીય બજારો તંગ બનતાં  બુર્સા મલયેશિયા ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર બેન્ચમાર્ક પામતેલ વાયદા ગુરુવારે 3.54 ટકા (143 રિંગીટ) વધીને 4187 રિંગીટ પ્રતિ ટન થયો હતો. સત્ર દરમિયાન તે 4197 રિંગીટની 13 વર્ષની સર્વોચ્ચ સપાટીને આંબી ગયો હતો.
``મે મહિનામાં ઘણી રજાઓને કારણે લણણીના કામકાજના દિવસ ઓછા હોવાથી મે મહિનાનું ઉત્પાદન બજાર માટે ખૂબ મહત્ત્વનું છે. અમે શ્રમિકોની અછતનો સામનો કરી રહ્યા છીએ. મે મહિનો કઠિન પુરવાર થવાનો છે.' અમે એક દલાલે જણાવ્યું હતું.
મલયેશિયાનો ક્રૂડ પામતેલ મે વાયદો ગુરુવારે 4704 રિંગીટ પ્રતિ ટન થયો હતો. શિકાગોમાં મકાઈ અને સોયાબીનની તેજીને પગલે પામતેલની તેજીને ટેકો મળી ગયો છે.
શિકાગોમાં મકાઈ વાયદો બે ટકા વધીને આઠ વર્ષની ટોચે પહોંચ્યો હતો. બ્રાઝિલ સૂકું હવામાન અને પશુ આહાર ઉદ્યોગની જોરદાર માગને ટેકે મકાઈની બજાર મજબૂત થઈ ગઈ હતી.
પામતેલ 4098 રિંગીટની પ્રતિકાર સપાટીને વટાવીને 4130-4169ના ઝોનમાં પ્રવેશે એવી શક્યતા ચાર્ટિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer