મેઇડઅપ્સના નિકાસ અૉર્ડરો પાકિસ્તાન ફંટાઈ જવાની શક્યતા : ફીઓ

એજન્સીસ                        
મુંબઈ, તા. 7 મે
ભારતમાં કોરોનાની બીજી લહેર ખૂણે ખાંચરે ફરી વળી હોવાથી અને તેના કારણે દેશભરમાં લૉકડાઉન, મિનિ લૉકડાઉનના રાત્રિ કર્ફ્યુ અને અન્ય નિયંત્રણો લદાતાં માલની ડિલિવરીની અનિશ્ચિતતા વધી છે. આથી આંતરરાષ્ટ્રીય ગ્રાહકોએ અને મોટી બ્રાન્ડોએ સપ્લાય માટે બીજી દેશોમાં નજર દોડાવી છે.
સપ્લાય - ચેઇનમાં અવરોધ, કાચી સામગ્રીની ખેંચ, ફેક્ટરી - અૉફિસોમાં કોરોના કેસનો વધારો, ઇન્ડસ્ટ્રીયલ અૉક્સિજનનો મેડિકલ વપરાશ માટે જ ઉપયોગ, પરપ્રાંતીય મજદૂરોની ખેંચ થકી માલના પુરવઠામાં અનેક અંતરાયો ઊભા થયા છે.
ફેડરેશન અૉફ ઇન્ડિયન એક્સપોર્ટ અૉર્ગેનાઇઝેશન (ફીઓ)ના પ્રમુખ શરદકુમાર સરાફે જણાવ્યું છે કે ભારત કસ્ટમાઇઝ ઉત્પાદન કરતું હોવાથી ગારમેન્ટ્સના નિકાસ અૉર્ડરો બીજા દેશોમાં ફટાઈ જવાની શક્યતા નથી. આમ છતાં મેઇડઅપ્સના અને અમુક પ્રકારના ગાર્મેન્ટ્સના નિકાસ અૉર્ડરો ઇયુ ગ્રાહકોએ પાકિસ્તાન બાજુ ખસેડવાનું શરૂ કર્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer