ખાણીપીણીની લારીઓમાં પાર્સલ સેવા કરવા દેવાની માગ

ખાણીપીણીની લારીઓમાં પાર્સલ સેવા કરવા દેવાની માગ
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 7 મે 
કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં સરકારે જાહેર કરેલા લોકઙાઉનમા  હવે લારીઓ બંધ થઇ ગઇ છે. આ સંજોગોમાં લારી-ગલ્લામાં ફાસ્ટફૂડ વેંચતા લોકોને  કમસે કમ પાર્સલમાં વેચવા  માટે છૂટ આપવી જોઈએ એવી માગણી ઉઠી છે. 
કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને મીની લોકઙાઉનની  સ્થિતિમાં વેપાર-ધંધા બંધ થતા તેની સાથે બહારગામ આવા જવાનું પણ લોકોએ ઓછું કરતા વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પરથી ઘણી બસો રદ કરી દેવામાં આવી છે. લારીના ધંધા પણ એ કારણે ઘટ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે 12મીમે  સુધી લાગુ કરેલા મિનિ લોકડાઉન  સામે શહેરમાં ખાણી પાણી ની  લારીઓ ચલાવનારા  હજારો લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. 
લારી ગલ્લા એસોસિએશને  આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને એક આવેદનપત્ર પાઠવીને સરકારની અન્યાયની સામે વિરોધ જતાવ્યો છે. તેમનું કહેવું છે કે હોટલો અને રેસટોરન્ટ ને પાર્સલ માટે છૂટ આપવામાં આવી છે. બીજી તરફ શહેરની 12 હજાર જેટલી ખાણી-પીણીની લારીઓને પાર્સલ આપવાની છૂટ નથી  તેમને લારી ખોલવાની  પણ પરવાનગી નથી.  સરકારે ગરીબ વર્ગના પેટ પર લાત મારી છે. લારી  ગલ્લા પર ગુજરાન ચલાવતા હજારો લોકોને પણ ભૂખે  મરવાનો વારો આવ્યો છે. 
બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારોને  બહારથી જમવાનું મંગાવવુ હોય તો હોટલ અને રેસ્ટોરન્ટમાં વધારે પૈસા ચૂકવવા પડે છે. રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને ભોજન કે નાસ્તો ઓછામા ઓછો 100 રૂપિયાનો પડે છે. વળી, ડીલીવરી  કરતી કંપનીઓને પણ વધારે પૈસા વસુલવા માંગે છે આ જ વસ્તુ લારી પરથી  લોકોને અડધી કિંમતે મળી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer