માવઠાંએ ઉનાળુ પાક અને કેરીના ફાલને કર્યું નુક્સાન

માવઠાંએ ઉનાળુ પાક અને કેરીના ફાલને કર્યું નુક્સાન
વરસાદ અટકતાં ખેડૂતો નુકસાનીનો તાગ મેળવી રહ્યા છે
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ,રાજકોટ, તા. 7 મે 
સૌરાષ્ટ્રમાં પાછલા છ દિવસથી ક્યાંકને ક્યાંક પડી રહેલા માવઠાંથી ઉનાળુ પાકો અને કેરીના પાકને થોડું ઝાઝું નુક્સાન થયું છે. અલબત્ત બે દિવસથી વરસાદ 
અટકી ગયો છે. જોકે હવે ખેડૂતોને નુક્સાની માલૂમ પડી રહી છે. 
અમરેલી જિલ્લામાં સતત પાંચ થી છ દિવસ પડેલા માવઠાના કારણે  તલ, ડુંગળી અને મગફળીના પાકને નુકશાન થયું છે. ખાંભા પંથકના લાસા, ધાવડિયા, તાતણીયા, ઉમરીયા ,નાનુડી સહિત ગામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતને ભારે નુકશાન થયું છે.ખાંભા ગામમાં 4 વિઘાના તૈયાર તલના ઉભડા પલળી ગયા અને ડુંગળીનો પાક પણ પલળી ગયો છે. આ પંથકમાં આરંભની કેરીને પણ વ્યાપક નુક્સાની છે. 
અમરેલી જિલ્લામાં આ વર્ષ સારા વરસાદને લીધે ઉનાળુ પાકનું વાવેતર સામાન્ય વર્ષ કરતા આ વર્ષ ત્રણ ચાર ગણુ થયું છે.35 હજાર હેકટરથી વધારે વાવેતર થયું છે પણ તિવૃષ્ટિ અને કમોસમી માવઠાએ ખેડૂતોને ભારે નુકશાન પહોચાડ્યું છે જેમાં ખાસ કરી ખાંભા પંથક પવન સાથે કમોસમી માવઠાથી કેરીના પાકને વ્યાપક નુકશાન છે. ડુંગળી, તલ  અને મગફળીનો પાક પણ બગડ્નાયો છે. ખેડૂતોને વ્યાપક નાણાકિય નુક્સાન વેઠવું પડે તેમ છે.  
અમરેલી જિલ્લામાં સત્તત પાંચ થી છ દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો.  ખાંભા તેમજ લાસા, ધાવડિયા, તાતણીયા, ઉમરીયા ,નાનુડી સહિત ગામ્ય વિસ્તારમાં પવન અને કમોસમી વરસાદથી ઉનાળુ ડુંગળી અને તલના પાકને પુષ્કળ પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હતું   
 રાજકોટના જસદણ પંથકમાં પણ બે દિવસ પહેલા કમોસમી વરસાદ કરા સાથે પડયો હતો.તાલુકાના બળધોઈમા એક ઈંચ કરતા વધારે વરસાદ કરા સાથે પડયો હતો. જસદણ શહેર અને આટકોટ દડવા કાનપર બાખલવડ સહિતના વિસ્તારોમા વાડીઓમા પાણી ભરાયા હતા. જે હવે ઓસરી રહ્યા છે. ખેડૂતો અત્યારે નુક્સાનીને લઇને ભારે ચિંતામાં છે.  
 બોટાદના બરવાળા ધંધુકા પંથકમાં નુક્સાની છે. અમરેલીના વડીયા, ભરુચમાં પણ વરસાદ પડી ગયો છે. જ્યારે આસપાસના નબીપુર, પારેખત, ટંકારિયામાં માવઠું પડતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે જોકે કમોસમી વરસાદ અટકી ગયો છે પણ ખેડૂતોને નુક્સાન થયું છે. ઘણા ખેડૂતોમાં પાણી ઓસરતા હવે ખેડૂતો નુક્સાનીનો તાગ મેળવવા જઇ રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer