સ્વદેશી લોખંડ ઉત્પાદકોએ પ્રતિ ટન રૂા. 4000નો વધારો ઝીંક્યો

સ્વદેશી લોખંડ ઉત્પાદકોએ પ્રતિ ટન રૂા. 4000નો વધારો ઝીંક્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 મે
આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજીના વાવાઝોડાને લીધે સ્વદેશી લોખંડ ઉત્પાદકોએ લોખંડની ફ્લેટ પ્રોડક્ટના ભાવમાં ટનદીઠ રૂા. 3750થી રૂા. 4000 સુધીનો ભાવ વધારો કર્યો છે. જ્યારે લોંગ પ્રોડક્ટના ભાવમાં રૂા. 2,000થી રૂા. 2500નો ભાવ વધારો થવાથી ટન દીઠ ભાવ રૂા. 55,000ને આંબી ગયો છે. જ્યારે એચઆર કોઇલ્સની (ફ્લેટ પ્રોડક્ટ)નો ભાવ વિક્રમી રૂા. 66,000થી રૂા. 68,000 સુધી બોલાય છે. આમ છતાં વધતી જતી નિકાસને લીધે જોઈએ તેટલી માત્રામાં સાઇઝવાર માલની અછત છે, એમ સ્ટોકિસ્ટ સૂત્રોએ જણાવ્યું છે.
બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોંગ પ્રોડક્ટના વૈશ્વિક ભાવ સામે ફ્લેટ પ્રોડક્ટની આંધળી તેજીને લીધે સ્થાનિકમાં પ્રથમવાર લોંગ-ફ્લેટ વચ્ચેનો ભાવ તફાવત સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે માળખાકીય પ્રોડક્ટનો વપરાશ ઘટયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer