તાઉતેના મારથી ગુજરાતમાં ઉનાળુ તલનો 20 ટકા પાક નાશ પામ્યો

રાજકોટ, તા. 8 જૂન 
ગુજરાત રાજ્યમાં તાજેતરમાં આવેલા ચક્રવાત તાઉતેથી ઉનાળુ તલના પાકને ઘણુ નુકસાન થયુ છે. રાજ્યમાં તલના પાકને 15-20 ટકા નુકસાનનું વેપારીઓનું અનુમાન છે. અલબત્ત આ નુકસાન થવા છતાં તલના ભાવમાં કોઇ મોટી તેજી પણ સંભવ નથી કારણ કે પાકનું કદ મોટુ હોવાથી સાથે માંગ નબળી રહેવી છે. 
વિઠલાની એગ્રી બ્રોકર્સના હાર્દિક વિઠલાની કહે છે કે ગુજરાતમાં તલનું વાવેતર આ વર્ષે ઉનાળામાં ત્રણ ગણું વધીને 97800 હેક્ટરમાં રહ્યુ, જ્યારે પાછલા ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર 31 હજાર હેક્ટર હતુ. આવી રીતે તલનુ વાવેતર 315 ટકા વધ્યુ. ગુજરાતમાં ચાલુ વર્ષે ઉનાળુ તલનુ વાવેતર 97799 હેક્ટરમાં થયુ છે જે વિતેલ સીઝનમાં 58187 હેક્ટરમાં હતુ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલનુ વાવેતર 91600 હેક્ટરમાં થયુ છે. વિઠલાનીનં8 કહેવુ છે ચાલુ ઉનાળુ સીઝનમાં સફેદ તલનુ ઉત્પાદન .25-1.50 લાખ ટન થવાની અપેક્ષા છે પરંતુ તાઉતે ચક્રવાતથી લગભગ 15-20 ટકા પાકને નુકસાન થયુ છે. ગુજરાતના ઉના, અમરેલી, ભાવનગર વગેરે વિસ્તારોમાં તાઉતે ચક્રવાતથી સૌથી વધુ નુકસાન થયુ છે. 
હાર્દિક વિઠલાનીનું કહેવુ છે કે તલના કુલ પાકમાં 15-20 ટકા નુકસાન થવા છતાં ઉત્પાદન પુરતુ છે તેમજ તેની શોર્ટેજ રહેશે નહીં. દક્ષિણ કોરિયાના પાછલા ટેન્ડરની ડિલિવરી મે અંત સુધી સરળતાથી જતી રહી. દક્ષિણ કોરિયાનું આગામી ટેન્ડરમે અંત કે જૂન મહિનામાં આવવાની અપેક્ષા છે. આ ટેન્ડર છ હજાર કે 12 હજાર ટનનો આવી શકે છે. જો આ ટેન્ડર 12 હજાર ટનનો પણ આવે તો પણ સપ્તાહમાં કોઇ મુશ્કેલી પડશે નહીં કારણ કે જે નવો પાક આવી રહ્યો છે તે પુરતો છે.   
પરંતુ ચીનની નવી માંગ આવે તો ઉનાળુ તલના ભાવને મોટો ટેકો મળી શકે છે. અલબત્ત ચીનના બંદરો પર 2.75-2.90 લાખ ટન તલનો સ્ટોરેજ હોવાનું કહેવાય છે. ચીનના બંદરો પર તલનો સામાન્ય સ્ટોક 1.80 લાખ ટન રહે છે. આટલો મોટો જથ્થો હોવાથી ચીનની ભારતમાંથી નવી ખરીદીની અપેક્ષા ઓછી છે પરંતુ ભારતીય તલ 99.5 વેરાયટીના ભાવ નીચે આવે અને તે 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે આવે છે તો ચીનની આવી શકે છે. વર્તમાનમાં તલ ના ભાવ 8500-8600 રૂપિયા ક્વિન્ટલ ચાલી રહ્યા છે. 
તેમણે કહ્યુ કે, દક્ષિણ ભારતના તલ પિલાણકર્તા ગુજરાતમાંથી તલ એટલા માટે નથી લઇ રહ્યા કારણ કે અહીંયાં ભાવ ઊંચા છે જેના પર તેમની પેરિટી બેસતી નથી. આ પિલાણકર્તા તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટકના તલથી કામ ચલાવી રહ્યા છે. જો ગુજરાતના તલના 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે આવી જાય તો દક્ષિણ ભારતના તલ પિલાણકર્તા ગુજરાતમાં ખરીદી કરશે. 
પશ્ચિમ બંગાળમાં સામાન્ય સ્થિતિમાં બ્રાઉન મિક્સ કલર તલનો પાક 2.50 લાખ ટન થાય છે પરંતુ આ વર્ષે પ્રતિકુળ હવામાનથી આ પાક 40-45 ટકા રહેવાની ધારણા છે જેનાથી આ પાક 1-1.25 લાખ ટન રહેવાનો અનુમાન છે. પશ્ચિમ બંગાળના આ પાકનો મોટો હિસ્સો પિલાણમાં થાય છે.આ વર્ષે પણ પશ્ચિમ બંગાળના આ તલની પિલાણ માટે માંગ સારી રહેવાની શક્યતા છે. પરંતુ હવે ત્યા 26 મેની સાંજથી યાસ ચક્રવાત આવવાના સમાચાર છે. હવે એ જોવાનુ છે કે ચક્રવાતનું શું પરિણામ આવે છે, રાજ્યમાં તલનો ઉભો પાક નષ્ટ થાય છે કે બચી જાય છે. જો તલ ના પાક પર તેની માર પડી તો આપણા કૂલ ઉનાળુ તલના ઉત્પાદનને મોટો ઝટકો લાગી શકે છે જેનાથી સપ્લાય પર અસર જોવા મળશે. 
વૈશ્વિક મોરચા પર જોઇએ તો તાન્ઝાનિયા, મોઝામ્બિક ને બ્રાઝિલમાં નવા તલની આવક ધીમે ધીમે શરૂ થઇ ચૂકી છે. ચીનની માંગ તાન્ઝાનિયા તેમજ મોઝામ્બિકના તલમાં ઓછી છે જેનું કારણ ચીનના બંદરો પર તેનો જંગો સ્ટોક હોવો છે. બ્રાઝિલના મોટાભાગના તલ અમેરિકા ને યુરોપિયન દેશોને જઇ રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer