ઇન્કમ ટૅક્સ પોર્ટલની ગૂંચ ઉકેલવાનું ઈન્ફોસીસ, નિલેકણીને સોંપાયું

ઇન્કમ ટૅક્સ પોર્ટલની ગૂંચ ઉકેલવાનું ઈન્ફોસીસ, નિલેકણીને સોંપાયું
એજન્સીસ
નવી દિલ્હી, તા. 8 જૂન
ઈન્કમ ટૅક્સ ઈ-ફાઈલિંગ માટેની નવી પોર્ટલમાં પહેલા જ દિવસે ટૅક્નિકલ ખામીઓ સામે આવતાં કરદાતાઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને તેમણે બળાપો ટ્વીટરના માધ્યમ વડે કાઢ્યો હતો. આ ઘટનાની ગંભીર નોંધ ખુદ નાણાપ્રધાન નિર્મલા સીતારામને લીધી હતી અને આ નવી પોર્ટલ માટે ટેક્નૉલૉજી પૂરી પાડનાર કંપની અને તેમના સહસ્થાપક નંદન નિલેકણીને કરદાતાઓની તકલીફો દૂર કરવા જણાવ્યું હતું. અનેક કરદાતાઓએ જણાવ્યું હતું કે તેઓ જૂની અને નવી બંને પોર્ટલમાં લોગ ઈન કરવામાં નિષ્ફળ ગયા હતા.
લાંબા સમયથી જેની પ્રતીક્ષા થઈ રહી હતી તે ઈ-ફાઈલિંગ પોર્ટલ- 2.0નો આરંભ સોમવારે રાતે 8.45 કલાકે થયો હતો. મને અનેક ક્ષતિઓ જોવા મળી હતી અને ફરિયાદો મળી છે, મને આશા છે કે ઈન્ફોસીસ અને નંદન નિલેકણી કરદાતાઓને નિરાશ નહીં કરે અને સેવા બહેતર બનાવશે.
સાંજના પાંચ વાગ્યા સુધી કરદાતાઓની મુશ્કેલીઓ યથાવત હતી, અનેક લોગ ઈન થયા બાદ લોગ આઉટ થઈ ગયા હતા અને જે નવી આઈટી પોર્ટલમાં લોગ ઈન થયા હતા તેઓ 26 એએસ ફૉર્મને ડાઉનલોડ કરી શકતા નહોતા અને નેવીગેશન અત્યંત નબળું રહ્યું હોવાની ફરિયાદો નાણાં મંત્રાલયને મળી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer