સાઇકલનું વેચાણ ફરીથી વધવા લાગ્યું

લોકોને મોંઘાં બળતણનો વિકલ્પ ફાવી ગયો
અનિલ પાઠક 
અમદાવાદ, તા.18 જૂન 
ગુજરાત જ નહિ દેશભરમાં બાઇસીકલસનું વેચાણ છેલ્લાં કેટલાક સમયમાં જબરદસ્ત વધ્યું છે એનું મુખ્ય કારણ પેટ્રોલના ભાવ વધીને રુ. 100ના લીટર થઇ ગયા હોવાનું છે. 
બીજી તરફ લોકો  કોરોનામાં ઘરે બેઠા બેઠા આળસી ગયા અને સાઇકલીંગએ સારી એકસરસાઇઝ છે. એ કારણે પણ માગ વધી છે.  
ગુજરાતમાં ઓછામાં ઓછા 1000 બાઇસીકલસ ડીલર્સ પાસે સાઇકલો વેચવામાંથી ફુરસદ નથી. અમદાવાદમાં એક અંદાજ મુજબ રોજની 100થી 150 સાઇકલોનું વેચાણ છે જો કે ખરીદી કરનારા મોટા ભાગના યંગ છોકરા-છોકરીઓ છે જે સ્કૂલ કોલેજો બંધ હોવાથી વહેલી સવારથી સાઇકલીંગ કરવા નીકળી પડે છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિશેષત પશ્ચિમમાં જ 60 જેટલા ગ્રુપ છે, જે રોજનું 25 થી 50 કિ.મી. સાઇકલીંગ કરે છે. 
યુવાનો બાદ સાઇકલ ખરીદનારો નોકરિયાત વર્ગ છે જે હાલની પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટ મોઘું થતાં સાઇકલ પર ધંધાના સ્થળે પહોંચી રહ્યાં છે. અમદાવાદમાં જ્યારે મિલો ધમધમતી હતી ત્યારે ટેક્ષટાઇલ ઉદ્યોગમાં નવી નવી સાયકલો ખરીદવાનો ક્રેઝ હતો અને હકર્યુલસ, એટલાસ એવન હીરો વગેરે બ્રાન્ડની સાયકલો 200થી 500માં ખરીદાતી હવે આજ કંપનીના ભાવો આસમાને પહોંચ્યા છે. 
અમદાવાદની નટવરલાલ દવે કંપનીના માલિક મયુર દવેએ જણાવ્યું હતું કે મોટા શહેરોમાં જ નહીં નાના શહેરો અને ગામડાઓમાં ખુબ સાયકલો વેચાય છે ગુજરાતમાં રોજ 400થી 600 સાયકલ વેચાય છે. ગીયર્ડ સાયકલ અને વિદેશી સાયકલ 50,000થી 1,00,000 પણ વેચાય છે અને આ શોપ ખાતર ખરીદનારાઓ મળી રહે છે. અમદાવાદમાં રીવરફ્રન્ટ થતાં સાયકલ રાઇડીંગનો ત્યાં ક્રેઝ વધી ગયો છે. રવિવારના દિવસે સાઇકલરસ્ટો ગાંધીનગર જ નહીં આજુ બાજુ 40-50 કિ.મી. સુધી લોકો સાઇકલો પર ખુંદી પડે છે. આમ હવે આ નવું સ્પોર્ટસ બની ગયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer