ગૃહ લોન એનપીએ થવાના કિસ્સા વધવાની સંભાવના

 પહેલી લહેરની કળ વળી નથી ત્યાં બીજી લહેરે આર્થિક પાટું મારતા નાના વર્ગને મુશ્કેલી 
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 18 જૂન 
હાઉસિંગ લોન ઉપર હજુ તો પ્રથમ લેહરની વ્યાપક અસર દેખાય રહી છે. બીજી લહેર પૂરી થવા આવી છે એનો પ્રભાવ તો હજુ દેખાયો નથી. પણ અનુમાન લગાવીએ તો ઘણીબધી હાઉસીંગ લોન એનપીએ થવાની સંભાવના છે. કોરોનાને કારણે આર્થિક સંકટમાં આવી ગયેલા પરિવારો હવે હાઉસિંગ લોનના હપ્તા ભરવા સક્ષમ નથી. 
સ્ટેટ બેન્ક વડોદરા ઝોનમાં છેલ્લા એક વર્ષમાં હાઉસિંગ લોનના 750 એકાઉન્ટ એનપીએ જાહેર થયા છે. કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉનને કારણે  ધંધા રોજગાર બંધ રહ્નાયા હતા અને અસંખ્ય લોકોએ રોજગારી ગુમાવી હતી. પગાર પણ કપાઇ ગયા હતા. બીજી લહેરમાં લોકડાઉન બહુ ઓછો સમય રહ્યું પણ બજારમાં મંદીને કારણે આર્થિક સંકટ ઉભું થતા અનેક પરિવારોની ઉપર આર્થિક બોજ મોટાંપાયે આવી ગયો છે. એની સીઝી અસર મધ્યમવર્ગીય પરિવારો પર પડી છે.  
વડોદરાના કેટલાક બેંકના અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એકલા વડોદરા ઝોનમાં હાઉસિંગ લોનના 750 એકાઉન્ટ એનપી જાહેર થયા છે. સામાન્ય રીતે સ્ટેટ બેંકના વડોદરા ઝોનમા દર વર્ષે હાઉસિંગ લોનના સરેરાશ 90 એકાઉન્ટ એનપીએ જાહેર થતા હોય છે. પાછલા નાણાકિય વર્ષમાં આઠ ગણો વધારો થયો છે એ કોરોનાને આભારી છે.  
આ અધિકારીએ કહ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમ મુજબ હાઉસિંગ લોનમાં જો ત્રણ હપ્તા ના ભરાય તો તે એકાઉન્ટ એનપીએ જાહેર કરવામાં આવે છે આ નિયમ પ્રમાણે સ્ટેટ બેંક વડોદરા જવાની 209 શાખામાં મળીને હાઉસિંગ લોનના 750 એકાઉન્ટ એનપીએ થયા છે આ 750 ખાતેદારો પાસેથી રૂ. 31 કરોડના બાકી લેવા નીકળે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer