સૌરાષ્ટ્ર- યુગાન્ડા વચ્ચે મજબૂત વ્યાપારી સંબંધો સ્થપાશે

જુલાઇ અને અૉગસ્ટમાં બે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ રાજકોટની મુલાકાતે આવશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 18 જૂન 
આફ્રિકા સાથે ગુજરાતનો વેપાર છેલ્લાં પાંચ સાત વર્ષથી બહોળા પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે. સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ટ્રેડફેરના માધ્યમથી ઘણા આફ્રિકી બાયરો ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ વળ્યા છે. આફ્રિકન દેશ યુગાન્ડાના બે વેપારી પ્રતિનિધિ મંડળો જુલાઇ મહિનામાં રાજકોટ શહેરમાં આવવાના છે ત્યારે નવા સોદા થવાની સંભાવના છે. 
મહામંડળના પરાગ તેજુરા કહે છે, યુગાન્ડા સહિતના આફ્રિકન દેશો આયાત ઉપર આધારિત છે. સ્થાનિક ઉત્પાદન નહીવત છે. એ કારણે નિકાસ માટે ભારતને ઉજળી તક છે. સૌરાષ્ટ્ર મા નાના અને મધ્યમ ઉધોગો ની ઉત્પાદન ક્ષેત્રે ખુબ સારી આવડત અને ફાવટ છે. સૌરાષ્ટ્ર ની આ ઉદ્યોગ ક્ષેત્રે નિપુણતા  ને ધ્યાન માં રાખીને યુગાન્ડા એમ્બેસી દ્વારા વિઝિટ પ્લાન કરવામાં આવેલો છે. તેમણે કહ્યુ કે, આફ્રિકાના અનેક દેશો ગુજરાત માં કાર્યરત લઘુ ઉદ્યોગો જેવા જ ઉદ્યોગો ત્યાં સ્થાપવા આયોજન કરી રહ્યા છે. આ બાબતે યુગાન્ડા હાઈ  કમિશ્નર દ્વારા મહામંડળનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીનો પણ આ મુદ્દે સંપર્ક કરવામાં આવ્યો છે. 
યુગાન્ડા ના ડેપ્યુટી હેડ ઓફ ગુજરાત મિશન કેઝાલ દ્વારા  પ્રતિનિધિ મંડળ રાજકોટ મોકલવા માટે ઘણા સમયથી વાતચીત ચાલુ હતી. હવે તે સફળ રહેતા બે ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળ આવશે. એક ટીમ અભ્યાસ અર્થે જૂન માસ ના અંત ભાગ અથવા જુલાઈ ના પ્રથમ સપ્તાહ માં રાજકોટ આવશે અને વિવિધ ફેક્ટરીઓ ની મુલાકાત લેશે. ત્યારબાદ બીજા તબક્કા માં લગભગ 35 લોકોનું પ્રતિનિધિમંડળ તથા સરકારી અધિકારીઓ ની ટિમ ઓગસ્ટ માસમાં રાજકોટ આવશે.પ્રતિનિધિ મંડળની વિઝિટ પછી સ્થાનિક ઉદ્યોગો સાથે કરાર કરીને તૈયાર માલ કે મશીનરી માટે સોદા કરાશે. 
યુગાન્ડામાં ટી પ્રોસાસિંગ, ડેરી અને આઈસ ક્રીમ પ્લાન્ટ અને મશીનરી, ટોયલેટ અને ટીસ્યુ પેપર બનાવવાની મશીનરી, મકાઈ ની મિલ માટે પ્લાન્ટ અને મશીનરી, અનાજ સંગ્રહ શાંતિ માટે, પશુ હાર બનાવવા માટે પ્લાન્ટ અને મશીનરી, માછીમારી ના સાધનો, ઇરીગેશન સિસ્ટમ, ઘઉં પ્રોસાસિંગ પ્લાન્ટ, મશીનરી અને મિલ, ટોમેટો કેચપ, ચિલ્લી સોસ અને તે પ્રકાર ની ફૂડ પ્રોડક્ટ બનાવવાની મશીનરી, બેકરી પ્રોડક્ટ્સ ની મશીનરી, એડિબલ ઓઇલ પેસ્ટ બનાવવાની મશીનરી, દવા બનાવવા માટે ની વિવિધ મશીનરી અને પ્લાન્ટ સહીત ના ઉદ્યોગો સ્થાપવા માટે તેઓ રસ ધરાવે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer