એમસીએક્સમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી વૃદ્ધિ

મુંબઈ, તા.18 જૂન 
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એમસીએક્સ) પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,34,722 સોદાઓમાં કુલ રૂ.9,904.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી વૃદ્ધિ થઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.221 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.971 વધ્યો હતો. જસત સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઢીલાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, રબરના વાયદામાં સાર્વત્રિક નરમાઈ હતી, જ્યારે મેન્થા તેલ અને સીપીઓમાં સુધારો થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 80 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 117 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.  
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 78,400 સોદાઓમાં કુલ રૂ.4,333.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,147ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,387 અને નીચામાં રૂ.46,962ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.221 વધી રૂ.47,179ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.56 વધી રૂ.37,822 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.4,657ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.  ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,417 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,740 અને નીચામાં રૂ.68,081ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.971 વધી રૂ.68,570ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.  
કૃષિ કોમોડિટીઝમાં 3,105 સોદાઓમાં રૂ.376.44 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,297ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1297 અને નીચામાં રૂ.1289ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.13.50 ઘટી રૂ.1291.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.16,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,800 અને નીચામાં રૂ.16,656ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.102 ઘટી રૂ.16,767ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.990.70ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1033.30 અને નીચામાં રૂ.990.70ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.14.30 વધી રૂ.1023.10ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.45 વધી રૂ.1,029 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.50 ઘટીરૂ.23730ના ભાવે બંધ થયો હતો.  
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 18,764 સોદાઓમાં રૂ.1,964.03 કરોડનાં 4,167.285 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 59,636 સોદાઓમાં કુલ રૂ.2,369.63 કરોડનાં 345.217 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,147 સોદાઓમાં રૂ.822.48 કરોડનાં 15,73,600 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 23,775 સોદાઓમાં રૂ.1,222.65 કરોડનાં 5,17,33,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.13 કરોડનાં 20 ટન અને કોટનના વાયદાઓમાં 550 સોદાઓમાં રૂ.43.96 કરોડનાં 18475 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 355 સોદાઓમાં રૂ.18.45 કરોડનાં 176.04 ટન, રબરના વાયદાઓમાં 33 સોદાઓમાં રૂ..56 કરોડનાં 33 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,162 સોદાઓમાં રૂ.313.34 કરોડનાં 31,410 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,251.555 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 647.020 ટન, ક્રૂડ તેલમાં 7,37,400 બેરલ્સ અને નેચરલ ગેસમાં 2,74,76,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 32 ટન, કોટનમાં 198550 ગાંસડી, મેન્થા તેલમાં 114.12 ટન, રબરમાં 195 ટન, સીપીઓમાં 65,150 ટનના સ્તરે રહ્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer